અમદાવાદની સરકારી સ્કૂલના બાળકો માટે ખુશખબરઃ IIT પ્રોફેસરો ભણાવશે! | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદની સરકારી સ્કૂલના બાળકો માટે ખુશખબરઃ IIT પ્રોફેસરો ભણાવશે!

અમદાવાદઃ અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્થાપનાને 100 વર્ષ પૂરા થવા પર મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. શતાબ્દી વર્ષ નિમિત્તે સો મ્યુનિસિપલ શાળાઓનુ ત્રણ ભાગમાં મૂલ્યાંકન કરી સન્માનિત કરવા નિર્ણય કરાયો હતો.

આ નિર્ણય મુજબ, એએમસી દ્વારા ચલાવવામાં આવતી 452 સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓને હવે આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસરો ભણાવશે. આ ઉપરાંત, 60 સ્કૂલોના 25,000 વિદ્યાર્થીઓને આઈઆઈટી– ગાંધીનગરની મુલાકાત પણ કરાવવામાં આવશે. આ પગલાનો મુખ્ય હેતુ એ છે કે સરકારી સ્કૂલોના બાળકોને પણ ઉચ્ચ કક્ષાનું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેવો છે.

આપણ વાંચો: શિવાજી પાર્કની ધૂળને સમસ્યાને દૂર કરવા આઈઆઈટીની મદદ લેવાશે: બીએમસી…

આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસરો અઠવાડિયામાં ત્રણ દિવસ ભણાવશે

આ યોજના હેઠળ, આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસરો અઠવાડિયામાં ત્રણ દિવસ એએમસીની સરકારી સ્કૂલોની મુલાકાત લેશે. તેઓ વિદ્યાર્થીઓને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત જેવા વિષયો ભણાવશે.

પ્રોફેસરો ફક્ત થિયરી નહીં, પરંતુ પ્રેક્ટિકલ કરાવીને બાળકોને આ વિષયો સરળતાથી સમજાવશે. આનાથી વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ મળશે અને તેમનું શિક્ષણ વધુ રસપ્રદ બનશે.

આપણ વાંચો: આઈઆઈટી બોમ્બેએ પણ તુર્કીનો કર્યો બહિષ્કાર: શું લીધો નિર્ણય?

સો અનુપમ શ્રેષ્ઠ શાળાઓ નકકી કરવા દરેક શાળાને નિરીક્ષણના અંતે પચાસમાંથી ગુણ આપવામા આવશે. 452 શાળાઓમાં ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષા પૂર્વે શાળાકીય સાક્ષરી વિષયોનુ મૂલ્યાંકન કરાશે.

જેના 60 ગુણ રહેશે.આ ઉપરાંત એમ.સી.કયુ.તથા ઓ.એમ.આર.ટેસ્ટ લેવામા આવશે. સૂત્રોના કહેવા પ્રમાણે, સો શ્રેષ્ઠ શાળાઓના તમામ શિક્ષકોનુ સન્માન કરાશે.જે તે શાળાને શિલ્ડ,પ્રમાણપત્ર અને ઈનામી રાશીના ચેક આપવામા આવશે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button