અંબાલાલ પટેલે કરી તોફાની આગાહી, રાજ્યના આ વિસ્તારને ધમરોળશે મેઘરાજા

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો રાઉન્ડ જામ્યો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ તોફાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરીછે. તેમણે રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી કરીછે. કેટલાક ભાગોમાં પૂરની પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે.
અંબાલાલ પટેલે માછીમારો અને દરિયા ખેડૂઓને દરિયામાં ન જવા માટે સચના આપવામાં આવી છે. અંબાલાલ મુજબ, તોફાની પવનો અને ઊંચા મોજાંના કારણે દરિયામાં જવું જોખમી સાબિત થઈ શકે છે.
આપણ વાંચો: ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
આ સિસ્ટમ મુંબઈને પ્રભાવિત કર્યા બાદ આગળ વધશે, જેના કારણે તેના પ્રભાવ હેઠળ મધ્ય પ્રદેશના દક્ષિણ ભાગોમાં આજે વરસાદ થવાની શક્યતા પણ છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, જામનગર, પોરબંદર, દ્વારકા, ભાવનગરમાં વરસાદની શક્યતા છે. 26 ઓગસ્ટ સુધીમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર વધશે. સાબરકાંઠા, નવસારી અને વલસાડ ઉપરાંત અન્ય જિલ્લાઓ જેવા કે સુરત, ડાંગ, ભરૂચ, અને આણંદમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત, રાજ્યના મેટ્રો શહેર અમદાવાદમાં પણ 25 ઓગસ્ટે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે આજે મધ્યમ વરસાદની સંભાવના છે. આ વરસાદ લાંબા વિરામ બાદ થવા જઈ રહ્યો હોવાથી ખેડૂતોના ખરીફ પાકને નવજીવન મળશે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – ગાંધીનગર દ્વારા સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, રાજ્યમાં 222 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ધરમપુરમાં સૌથી વધુ 4.21 ઇંચ વરસાદ પડ્યો હતો.
ભેંસાણમાં 4.17 ઇંચ, નાંદોદમાં 3.70 ઇંચ, પારડીમાં 3.54 ઇંચ, વ્યારામાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં બે તાલુકામાં ચાર ઇંચથી વધારે, ચાર તાલુકામાં ત્રણ ઇંચથી વધારે, 12 તાલુકામાં બે ઇંચથી વધારે, 42 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો.