અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી

અમદાવાદ: ગુજરાતના અનેક વિસ્તારોના હાલ વરસાદી માહોલ છે. તેમજ આગામી દિવસોમાં હજુ પણ વરસાદનું જોર વઘવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદનું જોર વધશે. જ્યારે ઉત્તર ગુજરાતના શહેરોમાં મેઘરાજા અનરાધાર વરસી શકે છે. જેમાં પાટણ, સમી, હારીજમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારો જળમગ્ન થઇ જશે. તો બીજી તરફ કચ્છ, પંચમહાલ, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

7 જુલાઇથી 12 જુલાઇ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 7 જુલાઇથી 12 જુલાઇ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં 8 થી 10 ઈંચ વરસાદ ખાબકશે. જ્યારે ઉત્તર ગુજરાતના અનેક ભાગો જળમગ્ન થવાની સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતા છે,.જોકે 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ માછીમારોને આગામી 48 કલાક દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. મહત્તવનું છે કે રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના પગલે આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો…સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાત જળબંબાકારઃ ઈડરમાં સૌથી વધુ વરસાદ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button