કેરીના રસિયાઓ જો ખિસ્સા ભરેલા હોય પહોંચી જાવ બજારઃ ફળોનો રાજા આવી ગયો છે…

અમદાવાદઃ ગુજરાતીઓ આમ તો કેસર કેરીની રાહ જોઈને બેઠા છે, પરંતુ એક એવો વર્ગ છે જેમને હાફુસ કેરી પણ ભાવે છે. તો આ લોકો માટે ખાસ સમાચાર છે. આલ્ફન્સો (હાફુસ) કેરળથી અમદાવાદના બજારોમાં આવી પોહચી છે. કેરીની પ્રીમિયમ વેરાયટી બજારોમાં આવી છે. વેપારીઓ વેચાણની જાહેરાતો કરી રહ્યા છે ત્યારે જથ્થાબંધનો ભાવ (WHOLESALE PRICE) રૂ.1,000 થી રૂ.1,300 પ્રતિ ડઝન અને પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના છૂટક બજારોમાં રૂ.1,100 થી રૂ. 1,500 પ્રતિ ડઝન છે. એટલે જો ખિસ્સામાં પૈસા હોય તો બજાર તરફ દોટ મૂકવામાં કંઈ વાંધો નથી.
Also read : કોલ્ડપ્લે કોન્સર્ટ કોને કોને ફળ્યો? જાણો રેલવે-ફ્લાઇટ સહિત કોને થઈ ધૂમ કમાણી…
નરોડા અને કાલુપુર ફ્રુટ બજારમાં જથ્થાબંધ વેપારીઓને છુટકવેપારી પાસેથી સારો એવો રિસપોન્સ મળ્યો છે. બદામ અને સુંદરી ટાઈપની કેરી સાથે આલ્ફોન્સોના વહેલા આવી જવાથી કેરીના રસિયાઓ ભાવ દેવા તૈયાર થઈ જતા હોય છે. જોકે કેરી એપ્રિલ મહિનાથી મળવાની શરૂઆત થાય છે અને ત્યારબાદ ભાવ પોષાય તેવા થતાં હોવાથી સામાન્ય જનતા પણ તેનો સ્વાદ માણી શકે છે.
નરોડામાં ફ્રુટ્સના જથ્થાબંધ વેપારીએ કહ્યું અમને દરરોજ 2.5 ટન આસપાસ આલ્ફોન્સો મળે છે, જે તરત જ વેચાઈ જાય છે. કેરળના ખેડૂતોનુ કહેવુ છે જો હવામાન બે મહિના સુધી આવું જ રહેશે તો તાલાલા અને દક્ષિણ ગુજરાતમાં પણ આલ્ફોન્સો અને કેસરનો મેગા પાક જોવા મળશે.
Also read : Gujarat Weather: ફેબ્રુઆરીમાં સર્જાશે ચોમાસા જેવો માહોલ, અંબાલાલ અને પરેશ ગોસ્વામીની આગાહી…
કાલુપુર ફ્રૂટ માર્કેટના ફ્રુટ્સના વેપારીએ જણાવ્યું હતું કે કેરી રસિકો પહેલેથી જ બલ્કમાં ખરીદી કરી રહ્યા છે. અમે દરરોજ 100 પેટીઓનું વેચાણ કરીએ છે અને અત્યાર સુધી કેરીની ગુણવત્તાને લઈને કોઈ ફરિયાદ જણાઈ નથી. વેપારમાં તેજી આવવાની તૈયારી છે . બોપલ, પ્રહલાદનગર, મણિનગર અને આશ્રમ રોડમાં રિટેલ આઉટલેટ ચલાવતા વેપારીઓએ કહ્યું અમને દરરોજ 15 થી 20 બોક્સના પ્રિ ઓર્ડર મળી રહ્યા છે. સિઝનની શરુઆતથી જ ખાસી ડિમાન્ડ જોવા મળી રહી છે માટે વેચાણમાં વધારો થયો છે.