અમદાવાદ

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશનું આ છે Turkey Connection, કોની હતી વિમાન મેઈન્ટેનન્સની જવાબદારી?

અમદાવાદ ખાતે 12મી જુનના થયેલાં ગોઝારા પ્લેન ક્રેશની ઘટનાથી દેશવાસીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા બાદ ફ્લાઈટ તરત જ ક્રેશ થઈને હોસ્ટેલ પર પડ્યું હતું અને ત્યાર બાદ વિમાન આગનો ગોળો બની ગયો હતો. એર ઈન્ડિયાની આ ફ્લાઈટ લંડન જઈ રહી હતી.

એર ઈન્ડિયાની આ ફ્લાઈટ કઈ રીતે ક્રેશ થઈ એ વિશે તો કોઈ ચોક્કસ માહિતી હજી સામે આવી નથી. પરંતુ સરકાર દ્વારા આ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે વિમાનનું એન્જિન ફેલ થઈ જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જોકે, આ બધા વચ્ચે એર ઈન્ડિયા પ્લેન ક્રેશનું તુર્કીય કનેક્શન પણ સામે આવી રહ્યું છે. ચાલો જાણીએ આખરે શું છે એર ઈન્ડિયાનું તુર્કીય સાથે શું છે કનેક્નેશન…

તુર્કીયની એક કંપની ટર્કીશ ટેક્નિક એક ગ્લોબલ એવિએશન સર્વિસ પ્રોવાઈડર છે. ભારતમાં કેટલીક એર લાઈન્સ આ કંપનીની ક્લાયન્ટ છે, જેમાં એર ઈન્ડિયા અને ઈન્ડિગોનો સમાવેશ પણ થાય છે. વાત કરીએ એર ઈન્ડિયાની તો એર લાઈન્સ બોઈંગ 777ના કાફલાના મેઈન્ટેનન્સ માટે ટર્કિશ ટેક્નિક પાસે પોતાના પોતાના વિમાન મોકલતી હતી. જેમાં પાયાભૂત દેખરેખ, પુનર્વાસ અને રેટ્રોફિટનું કામ કરવામાં આવે છે. એર ઈન્ડિયા ટર્કિશ કંપનીની સાથે સાથે ભારતના એર ઈન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસ લિમિટેડ અને કેટલાક અન્ય દેશોમાં પણ મેઈન્ટેનન્સ કરાવતી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત-પાકિસ્તાન સૈન્ય સંઘર્શ દરમિયાન તુર્કીયએ પાકિસ્તાનને સાથ આપ્યો હતો, જેને કારણે ભારતમાં બોયકોટ તુર્કીય ટ્રેન્ડ શરૂ થયું હતું. આવી સ્થિતિમાં એર ઈન્ડિયાએ પણ ટર્કીશ ટેક્નિક સાથે પોતાનો કરાર પૂરો કરી નાખ્યો હતો.

એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી કૈપબેલ વિલ્સને જણાવ્યું હતું કે કેટલાક વિમાન પહેલાંથી જ ટર્કીશ ટેક્નિક પાસે મેઈન્ટેનન્સ માટે મોકલાવી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના વિમાન માટે બીજા વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button