અમદાવાદથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઇ, પેસેન્જરોના હોબાળા બાદ કેન્સલ કરાઇ...

અમદાવાદથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઇ, પેસેન્જરોના હોબાળા બાદ કેન્સલ કરાઇ…

અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પરથી સોમવારે મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ રાત્રે કેન્સલ થઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે 10:45ની એર ઇન્ડિયાની મુંબઈથી અમદાવાદ ફલાઇટ થોડીવાર પહેલા 12:30એ રન વે પહેલા ટેક્નિકલ કારણોસર અટકી ગઈ હતી.એર ઇન્ડિયા દ્વારા ફ્લાઈટને ઉપાડવી હતી પણ મુસાફરોએ હોબાળો કર્યો કે સમસ્યા છે. તો ફ્લાઇટ ટેકઓફ કેમ કરો છો અને ફ્લાઇટ ન ઉપાડવા માંગ કરી હતી.

એરલાઇન્સ સ્ટાફ અને પેસેન્જરો વચ્ચે રકઝક
જોકે, તેની બાદ એરલાઇન્સ સ્ટાફ અને પેસેન્જરો વચ્ચે રકઝક ચાલી હતી. તેમજ પેસેન્જરોએ મચક ન આપતા આખરે
રાત્રિના 1:00 વાગ્યે ફ્લાઇટ કેન્સલ થવાની પાઇલોટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ ફ્લાઇટને ફરી એરપોર્ટ તરફ લઈ જવામાં આવી હતી.

ટેક્નિકલ ખામીની સમયસરની જાણકારી ગ્રાઉન્ડ પર જ મળી
જ્યારે આ દરમિયાન પ્લેનમાં બેઠેલા પ્રવાસીઓ ટેક્નિકલ ખામીની સમયસરની જાણકારી ગ્રાઉન્ડ પર જ આપવા બદલ એરઇન્ડિયા અને ઉડ્ડયન મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો. જેના લીધે મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. તેમજ ફલાઈટ ટેક ઓફ થવા ન દીધી હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button