
અમદાવાદઃ અમદાવાદ ખાતેની પ્લેન ક્રેશની ઘટનાને કારણે આખો દેશ હિબકે ચઢ્યો છે. આ દુર્ઘટનામાં ફ્લાઈટમાં સવાર 12 ક્રુ મેમ્બર્સ સહિત 230 પ્રવાસીઓમાંથી એક જ પ્રવાસી સુખરૂપ ઉગરી ગયો છે. આ ક્રેશ પાછળ ચોક્કસ કયુ કારણ જવાબદાર છે એને લઈને જાત જાતના દાવાઓ વિવિધ રિપોર્ટમાં કરાઈ રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે એર ઈન્ડિયા એવિએશન સેક્ટરનો સૌથી મોટો ઈન્શ્યોરન્સ ક્લેમ કરી શકે છે, એવી માહિતી સામે આવી રહી છે. આ ક્લેમ ભારતનો પણ સૌથી મોટો ક્લેમ હોઈ શકે છે. આવો જોઈએ શું છે આખી ઘટના
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર એર ઈન્ડિયા કંપની આ એક્સિડન્ટ માટે જે ઈન્શ્યોરન્સ ક્લેમ કરશે એની રકમ આશરે 120 મિલિયન ડોલર્સ એટલે કે આશરે 10,33,02,33,788 રૂપિયા જેટલી હોઈ શકે છે. આ આંકડો અત્યાર સુધી એવિએશન સેક્ટરમાં ક્લેમ કરવામાં આવેલો સૌથી મોટો ક્લેમ હોઈ શકે છે, એવો દાવો રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
વિમાન કંપનીઓ સામાન્યપણે હુલ ઈન્શ્યોરન્સ, સ્પેર પાર્ટ્સ ઈન્શ્યોરન્સ, લીગલ લાયબિલિટી એટલે કે લીગલ ફોર્માલિટી માટે ઈન્શ્યોરન્સ કરાવે છે. ગુરુવારે એટલે કે 12મી જુનના અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક ઓફ કર્યાના મિનિટોમાં જ ક્રેશ થઈ ગઈ હતી.
ગઈકાલે અમદાવાદ ખાતે થયેલાં આ ગોઝારા પ્લેન ક્રેશમાં તો એર ઈન્ડિયા કંપની હુલ ઈન્શ્યોરન્સ, સ્પેર પાર્ટ્સ ઈન્શ્યોરન્સ, લીગલ લાયબિલિટી એટલે કે લીગલ ફોર્માલિટી એમ ત્રણેય ઈન્શ્યોરન્સ ક્લેમ કરી શકે છે. વિમાનનું નુકસાન, પ્રવાસીઓનું મૃત્યુ આ બંને વાતો ઈન્શ્યોરન્સ કવરમાં આવે છે.
આવી દુર્ઘટનામાં વિમાનની જાહેર કરાયેલી રકમ (એરક્રાફ્ટ્સ ડિક્લેઅર્ડ વેલ્યુ) ઈન્શ્યોરન્સ કંપનીને જણાવવી પડે છે અને એના જ આધારા પર નુકસાન ભરપાઈની રકમ નક્કી કરવામાં આવે છે.
આપણ વાંચો : પ્લેન ક્રેશનો જીવતો સાક્ષી: વિશ્વાસ કુમારની હૃદયદ્રાવક આપવીતી, જુઓ વીડિયો