
અમદાવાદ ખાતે થયેલાં ગમખ્વાર પ્લેન ક્રેશની કાળજું કંપાનવારી તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે. વીડિયો અને ફોટો પરથી જ ખ્યાલ આવે છે કે આ અકસ્માત કેટલો ગોઝારો અને ભીષણ હશે. અમદાવાદથી લંડન જઈ રહેલી આ ફ્લાઈટમાં 242 પ્રવાસીઓ સવાર હતા અને એની સાથે જ ફ્લાઈટના બે પાઈલટ અને 10 કેબિન ક્રુનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ આ ફ્લાઈટને કયા બે પાઈલટ ઉડાવી રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર ફ્લાઈટને કેપ્ટન સુમિત સબરવાલ અને ક્લાઈવ કુંદર ઉડાવી રહ્યા હતા. ફ્લાઈટની કમાન કેપ્ટન સુમિત સબરવાલ પાસે હતી અને ફર્સ્ટ ઓફિસ ક્લાઈવ કુંદર હતા. વાત કરીએ બંનેના ફ્લાઈંગ એક્સપિરિયન્સ અને નિપુણતાની તો સુમિત સબરવાલ 8200 કલાકના અનુભવ ધરાવતા એલટીસી છે તો ક્લાઈવ કુંદર પાસે 1100 કલાકના ફ્લાઈટનો એક્સપિરીયન્સ છે અને તેઓ આ ફ્લાઈટના ફર્સ્ટ ઓફિસર હતા.
અહીંયા તમારી જાણ માટે કે જ્યારે પણ કોઈ ફ્લાઈટ ટેકઓફ કરે છે તો તેમાં બે પાઈલટ હોય છે, જેમાં એક કેપ્ટન પ્લેન ઉડાવે છે, જ્યારે બીજા તેમની સાથે ફર્સ્ટ ઓફિસર હોય છે જેને આપણે કો-પાઈલટ પણ કહીએ છીએ. આ કો-પાઈલટ મોટા ભાગે જુનિયર પાઈલટ હોય છે. પાંચ વર્ષના અનુભવ બાદ કોઈ ફર્સ્ટ ઓફિસરને કેપ્ટનની પોસ્ટ પર પ્રમોટ કરવામાં આવે છે.
એર ઈન્ડિયાની આ ફ્લાઈટ અમદાવાદથી લંડન માટે ટેક ઓફ કર્યાના બે જ મિનિટમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. દુર્ઘટના સ્થળેથી જે દ્રશ્યો અને તસવીરો સામે આવી રહી છે એ ખરેખર વિચલિત કરી નાખનારી છે. પ્લેન ક્રેશની માહિતી મળતા જ બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઈજાગ્રસ્તોને પ્લેનના કાટમાળમાંથી બહાર કાઢીને મેડિકલ હેલ્પ પૂરી પાડવામાં આવી રહી છે.
આ પણ વાંચો - Plane Crash: વિમાન ડોક્ટર્સની હોસ્ટેલ પર ક્રેશ થયું, 169 ભારતીય,…
ઘટનાની જાણ થતાં જ આખું તંત્ર એક્શનમાં આવી ગયું છે અને એક્સિડન્ટ સાઈટ પર અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો હોવાની માહિતી પણ સામે આવી રહી છે. ઘટના સ્થળે રેસ્ક્યુ ટીમ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.