અમદાવાદ

અમદાવાદ બનશે બ્રિજ સિટી, જાણો કેટલા કરોડનો થશે ખર્ચ

અમદાવાદઃ સુરતની ઓળખ માત્ર ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકેની જ નહીં પણ બ્રિજ સિટી તરીકેની પણ છે. અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળ્યા બાદ ડેવલપમેન્ટના કાર્યો શરૂ થયા છે. અમદાવાદમાં એક વર્ષમાં 8 નવા ફલાય ઓવર બ્રિજ તૈયાર થઈ જશે. વર્ષ 2028 સુધીમાં અમદાવાદ શહેરને રેલવે ઓવરબ્રિજ સહિત 12 બ્રિજ મળશે. આ માટે 1400 કરોડનો ખર્ચ થશે.

2028 સુધીમાં શહેરને મળશે 12 બ્રિજ

મળતી વિગત પ્રમાણે, સતાધાર ક્રોસરોડ ઉપરનો ફલાય ઓવર ફેબ્રુઆરીમાં અને ઐતિહાસિક એલિસબ્રિજનું સ્ટ્રેન્થનિંગ 26મી માર્ચ સુધીમાં પુરુ થશે. વાડજ જંકશન ઉપરનો ફ્લાય ઓવરબ્રિજ એપ્રિલ તેમજ નરોડા પાટીયા ફેલાય ઓવરબ્રિજ 26મી ડિસેમ્બર સુધીમાં કાર્યરત કરવાની કવાયત શરૂ કરાઈ છે. વર્ષ 2028 સુધીમાં અમદાવાદ શહેરને રેલવે ઓવરબ્રિજ સહિત કુલ 12 બ્રિજ મળશે. જેમાં ચીમનભાઈ પટેલ બ્રિજને પહોળો કરવાની સાથે પંચવટી જંકશન ઉપર ફ્લાય ઓવરબ્રિજનો સમાવેશ થાય છે.

1400 કરોડથી વધુનો થશે ખર્ચ

શહેરમાં નદી ઉપરના બ્રિજ ઉપરાંત રેલવે ઓવરબ્રિજ, રેલવે અંડરબ્રિજ, ફ્લાય ઓવરબ્રિજ સહિત કુલ 82થી વધુ બ્રિજ આવેલા છે. વર્ષ 2026માં હેબતપુરથી સાયન્સ સીટી રોડ. સતાધાર ક્રોસ રોડ ઉપરના ફલાય ઓવરબ્રિજની સાથે વાડજ જંકશન ઉપરનો ફ્લાય ઓવરબ્રિજની કામગીરી 26મી માર્ચ સુધીમાં પુરી કરવા કોર્પોરેશન તંત્રે કવાયત શરુ કરી છે. વર્ષ 2026થી વર્ષ 2028 સુધીમા જે બાર બ્રિજની કામગીરી પુરી કરાશે. આ તમામ બ્રિજના નિર્માણ પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી 1400 કરોડ રૂપિયાથી પણ વધુનો ખર્ચ કરવામાં આવશે.

શહેરમાં કયા પ્રકારના કેટલા બ્રિજ છે

નદી પરના બ્રિજ – 10
રેલવે ઓવર બ્રિજ – 23
રેલવે અંડરપાસ – 19
ફ્લાયઓવર-19
ખારી નદી પર – 2
કેનાલ બોક્સ – 7

કયા બ્રિજની ક્યારે કામગીરી થશે પૂર્ણ

હેબતપુર બ્રિજની કામગીરી જૂન 2026, સત્તાધાર બ્રિજની કામગીરી ફેબ્રુઆરી 2026, નરોડા બ્રિજની ડિસેમ્બર 2026, વાડજ બ્રિજની ડિસેમ્બર 2026, રામોલ બ્રિજની ઓક્ટોબર 2026, મકરબા બ્રિજની જૂન 2026, એલિસબ્રિજની માર્ચ 2026, વસ્ત્રાપુર બ્રિજની જૂન 2026, પાંજરાપોળ બ્રિજની જાન્યુઆરી 2027, અસારવા બ્રિજની નવેમ્બર 2027 સુધીમાં કામગીરી પૂર્ણ થશે.

આ પણ વાંચો…અમદાવાદનો સુભાષબ્રિજ કઈ તારીખ સુધી રહેશે બંધ? કેટલી એજન્સીઓ કરશે ટેસ્ટિંગ, જાણો

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button