અમદાવાદ

અમદાવાદમાં વિઝા ફાઈલમાં રોકાણ કરવાનું કહી વેપારીને રૂપિયા 1.89 કરોડનો ચૂનો લગાવ્યો…

Latest Ahmedabad News: અમદાવાદમાં વિઝાના (visa) નામે છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિઝા ફાઇલોમાં રોકાણ કરવાથી તગડું વળતર (heavy return) મળશે તેમ કહીને 1.89 કરોડનું રોકાણ કરાવ્યું હતું. જે બાદ માત્ર 12.40 લાખ રૂપિયા પરત આપ્યા હતા. બાકીના રૂપિયાની ઉઘરાણી કરતાં ગલ્લા તલ્લાં કરવા લાગ્યા હતા. આખરે કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Also read : હર હર મહાદેવઃ શિવરાત્રીએ સોમનાથ દાદાના દર્શન કરવા હોય તો રેલવેએ કરી છે વ્યવસ્થા

શું છે સમગ્ર મામલો

અમદાવાદમાં ગિફ્ટ આર્ટિકલનો વેપાર (gift article business) ધંધો કરતાં યુવકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મામાએ ધર્મેન્દ્ર સુરેજા, મીત સુરેજા અને ચીરાગ લાઠીગરાને જોધપુર વિસ્તારમાં સ્થિત ઓફિસ ભાડેથી આપી હતી. આ ઓફિસમાં આ ત્રણેય જણા વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતાં હતાં. આ ત્રણેય સાથે તેમનેને સારી મિત્રતા થઈ હતી. ફરિયાદીને જાણવા મળ્યું હતું કે, તેમના મામાએ વિઝા ફાઈલમાં રોકાણ કરીને સારૂ મળતર મેળવ્યું છે. જેથી તેમણે પણ રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં ધર્મેન્દ્ર સુરેજા, મીત સુરેજા અને ચીરાગ લાઠીગરાએ તેમને સારુ વળતર આપવાની લાલચ આપી હતી.

તેમણે શરૂઆતમાં આ ત્રણેયની વાતોમાં આવીને વિઝા ફાઈલોમાં પૈસા રોક્યા હતા અને તેનું સારુ વળતર મેળવ્યું હતું. ત્યારબાદ આરોપીઓએ વિઝા ફાઈલોનું કામ વધારે આવ્યું છે અને તેમાં સારૂ વળતર મળશે તેવું કહેતા ફરિયાદીએ તેમના મિત્રો અને સગા સંબંધીઓને પણ તેમાં કુલ 1.89 કરોડનું રોકાણ કરાવ્યું હતું. પરંતુ આરોપીઓએ આ રોકાણ કે વળતરના પૈસા સમયસર પરત નહીં આપતાં ફરિયાદીએ તેમની પાસે માગ કરી હતી. ત્યારબાદ આરોપીઓએ ટુકડે ટુકડે 12.40 લાખ રૂપિયા પરત આપીને બાકી પૈસા પરત આપવા માટે લેખિતમાં બાહેધરી આપી વિશ્વાસ કેળવ્યો હતો. આમ છતાંય અનેક વખત પૈસા પરત માગતા આરોપીઓ ગલ્લા તલ્લાં કરતા હતાં. જેથી ફરિયાદીએ આ ત્રણેય આરોપીઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરતાં ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

Also read : Gujarat પોલીસ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાનો વીડિયો અપલોડ કરનાર ત્રણ આરોપીની ધરપકડ

તાજેતરમાં અમદાવાદમાં રહેતા 38 વર્ષીય જયદીપ નાકરાણીએ બે લોકો સામે 70.90 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, આરોપી દર્શિલ પટેલ અને જયમીન પટેલે સાત લોકોને ન્યૂ ઝીલેન્ડની વર્ક પરમીટ, રહેવા અને નોકરીની વ્યવસ્થા કરવાની લાલચ આપીને છેતરપિંડી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button