અમદાવાદ

અમદાવાદ-મુંબઈમાં બાઈક ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો, ચોરીનું કારણ જાણી પોલીસ પણ ચોંકી…

અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પોલીસ વાહન ચોર ટોળકીનો પર્દાફાશ કરીને ચોરીની 10 મોટર સાયકલ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, આરોપી પૈકી એકની પત્નીને કિડનીની ગંભીર બીમારી હતી અને સારવાર માટે ચોરીના રવાડે ચડ્યો હતો.

પોલીસે વેજલપુર વિસ્તારમાંથી સાજિદ શેતા અને અહમદ કુરૈશી નામના બે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ અનુસાર આ આરોપી ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાઓ તથા બીજા રાજ્યોમાં પણ વાહન ચોરીની ઘટનાને અંજામ આપતા હતા.

એલસીબી ટીમને બાતમી મળી હતી કે, કેટલાક લોકો ચોરીના ટુ વ્હીલ વેચવાની ફિરાકમાં ફરી રહ્યા છે. જેના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરાયેલી 10 મોટર સાઇકલ મળી આવી હતી. પોલીસે કુલ 5.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે પૂછપરછમાં ખુલાસો કર્યો કે, અમદાવાદ ઉપરાંત રાજકોટ, મોરબી અને મુંબઈ જેવા શહેરોમાંથી પણ વાહન ચોરી કરી હતી. આરોપીઓ નકલી ચાવીનો ઉપયોગ કરીને વાહન ચોરીને અંજામ આપતા હતા. ચોરી બાદ આ લોકો વાહનો વેચવાની યોજના બનાવતા હતા પરંતુ તે પહેલા જ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા.

પૂછપરછ દરમિયાન સાજિદ અહમદે પોલીસને જણાવ્યું કે, તેની પત્ની કિડનીની ગંભીર બીમારાથી પીડિત છે અને સારવાર માટે ખર્ચો થતો હતો. આર્થિક સંકડામણના કારણે તેણે વાહન ચોરીનો રસ્તો અપનાવ્યો હતો. જોકે પોલીસે સ્પષ્ટ કર્યું કે, કોઈપણ સ્થિતિમાં ગુનો ગુનો જ રહે છે.

સંબંધિત લેખો

Back to top button