અમદાવાદ

Ahmedabad ના વટવામાં સમાજમાં વૈમનસ્ય ફેલાવતો વિડીયો મૂકનારની પોલીસે ધરપકડ કરી

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરના વટવા વિસ્તારમાં રમઝાન માસ દરમિયાન સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને હિંદુ અને મુસ્લિમ સમુદાયમાં વૈમનસ્ય ફેલાવનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે. જેમાં વટવા પોલીસે વટવા પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકનાર મહેંદી હુસૈનની ધરપકડ કરી છે. મહેંદી હુસૈને 4 માર્ચના રોજ એક વીડિયો પોસ્ટ કર્યો હતો.આ પોસ્ટ બાદ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વધુ તણાવ પેદા થઈ શકે તે સંભાવનાને લઈ પોલીસે તેની ધરપકડ કરી.

આ પણ વાંચો: Bharuch ના અમોદમાં કોમી વૈમનસ્ય ફેલાવાનું કૃત્ય કરનાર મૌલવીની ઘરપકડ

યુવક મહેંદી હુસૈનની ધરપકડ

જેમાં મહેંદી હુસૈને સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો. જેમાં લોકો પરેશાન છે અને પથ્થર ફેંકયાને લઈને વીડિયો બનાવ્યો હતો.આ વીડિયોમાં બતાવવામાં આવ્યું કે ચુનારા વાસમાં અમન સાજા, અજ્જુ કાણીયા, અમિત ચુનારા અને સુનિલ ચુનારા વચ્ચે થોડા સમય પહેલા ઝઘડો થયો હતો. વાહન ચલાવવા માટે થયેલી તકરારને સોશિયલ મીડિયામાં ખોટી રીતે વાયરલ કરવામા આવી હતી. જ્યારે આ ઘટનાની તપાસ કરતા પોલીસના ધ્યાનમાં અલગ જ હકીકત સામે આવી. જેના બાદ પોલીસે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના કૃત્ય તરીકે જોતાં યુવક મહેંદી હુસૈનની ધરપકડ કરી.

સોશિયલ મીડિયામાં રીલ બનાવવાનો શોખીન

પકડાયેલ આરોપી મહેંદી હુસૈન સૈયદ સોશિયલ મીડિયામાં રીલ બનાવવાનો શોખીન છે અને ભૂતકાળમાં તેના પિતા દ્વારા પણ આરોપી રીલ બનાવવામાં વ્યસ્ત રહેતો હોવાની તથા કોઈ કામધંધો નહીં કરતો હોવાનું પણ તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે

આ ઉપરાંત બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવતા સોશિયલ મીડિયામાં રીલ મૂકતા લોકો ઉપર પોલીસની નજર રાખે છે. તેમજ કોઈ વ્યક્તિ દ્વારા આવી રીલ મૂકવામાં આવશે તો પોલીસ કાર્યવાહી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button