અમદાવાદમાં નહેરૂનગર પાસે બીઆરટીએસ લેનમાં અકસ્માત, બે લોકોના મોત | મુંબઈ સમાચાર

અમદાવાદમાં નહેરૂનગર પાસે બીઆરટીએસ લેનમાં અકસ્માત, બે લોકોના મોત

અમદાવાદ : અમદાવાદ શહેરમાં મોડી રાત્રે નહેરૂ નગર નજીક ઝાંસીની રાણી બીઆરટીએસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં બીઆરટીએસ લેનમાં એક્ટિવા અને કારનો અકસ્માત સર્જાતા બે લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે લોકોના મોત થયા છે.

બીઆરટીએસ લેનમાં અકસ્માત

આ અકસ્માતની મળતી વિગત મુજબ અમદાવાદમાં નહેરૂનગરથી શિવરંજની તરફ જઈ રહેલી બીઆરટીએસ લેનમાં મોડી રાત્રે એક એક્ટિવા ચાલક લેનમાં આવ્યો હતો ત્યારે કાર પણ ફુલ સ્પીડમાં આવી રહી હતી.જેના લીધે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા પર સવાર બે લોકોના મોત થયા છે. જયારે કારમાં સવાર બે લોકો સલામત છે. આ સમગ્ર ઘટનામાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી

આ ઉપરાંત આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે .જયારે મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવવું ગુનો છે તેમ છત્તા લોકો બેફામ રીતે વાહન ચલાવતા હોય છે. જેના લીધે અકસ્માતની ઘટના બનતી હોય છે.આ અકસ્માત બાદ મૃતકના પરિવારજનો દ્વારા અકસ્માત સર્જનારને કડકમાં કડક સજા મળે તેવી માગ કરી છે.

કાર ચાલકે એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ઝાંસી ની રાણી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે એક એક્ટિવા ઉપર બેસી જમાલપુરના રહેવાસી અકરમ અલ્તાફભાઈ કુરેશી ઉંમર 22 તથા અશફાક જાફરભાઈ અજમેરી ઉંમર 35 નહેરુ નગર થી શિવરંજની તરફ જતા હતા તે વખતે તેઓને પાછળથી કાર ચાલકે એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી. જેમાં અકરમ કુરેશીનું ઘટના સ્થળે મોત થયું હતું. તેમજ ઘાયલ અશફાકને સારવાર દરમિયાન સોલા સિવિલના ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો…મોડાસામાં ગમખ્વાર અકસ્માત: માઝૂમ નદીમાં કાર ખાબકતા 3 યુવકોના મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button