અમદાવાદઃ હોટલમાંથી 1.39 લાખની કિંમતના ડ્રગ્સ સાથે બે સમલૈંગિક યુવક ઝડપાયા

અમદાવાદઃ શહેરના આશ્રમરોડ પર આવેલી એક હોટલમાંથી 1.39 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે સમલૈંગિક યુવકો ઝડપાયા હતા. બંને આરોપી પહેલી વખત મળ્યા અને પોલીસે ઝડપી પાડ્યા હતા. ગ્રાઇન્ડર એપ્લિકેશનથી ગ્રાહકોને શોધીને ડ્રગ્સ વેચતા હતા.

કેવી રીતે ઝડપાયા
શહેરમાં એસઓજી ટીમ પેટ્રોલીંગ કરતી હતી ત્યારે બાતમી મળી હતી કે, આશ્રમ રોડ પર આવેલી એક હોટલમાં બે સમલૈંગિક યુવકો એમડી ડ્રગ્સ સપ્લાય માટે ગ્રાહકો શોધી રહ્યા છે. જેના આધારે પોલીસે હોટલ પર પહોંચીને યુવકો જ્યાં રોકાયા હતા તે રૂમમાં દરોડો પાડ્યો હતો. જેમાં ઓરિસ્સાના અશોક ઉર્ફે કાજલ બેહરા અને પશ્ચિમ બંગાળના કાલેજ ઉર્ફે પાયલ શેખ નામના ગે યુવકો પાસેથી 1.39 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે કુલ મળીને 1.55 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આરોપીઓની પૂછપરછ કરતા અશોક ઉર્ફે કાજલ તથા કાલેજ ઉર્ફે પાયલ ઓરિસ્સાના ગંજમ જિલ્લાના હોવાનું જણાવ્યું હતું. બંને સમલૈંગિક હોવાથી નિયમિત અમદાવાદ આવતા હતા. ગ્રાઈન્ડર ગે એપ્લિકેશન દ્વારા તેઓ ગ્રાહકોને હોટલમાં બોલાવતા હતા. બંને આરોપીએ પહેલીવાર જ મળ્યા હતા. બંને વચ્ચે શારિરીક સંબંધો હોવાથી તે વધારવા ડ્રગ્સનો ઉપયોગ કરતા હતા. મુંબઈનો એક વ્યક્તિ ગ્રાહક તરીકે આવ્યો ત્યારે તેને આ જથ્થો આપ્યો હતો. જેમાં તેની સાથે પણ તેમણે શારિરીક સંબંધ બાંધ્યો હતો. મુંબઈના વ્યક્તિ દ્વારા એપ્લીકેશનમાંથી તેમની કોન્ટેક્ટ ડીટેલ ડિલિટ કરી હતી. બંને યુવકો અલગ અલગ હોટલોમાં જઈને સમલૈંગિક લોકો સાથે સંબંધ બાંધતા હતા અને તેમને પણ ડ્રગ્સનું સેવન કરાવતા હતા.
આ પણ વાંચો: ચૈત્રી નવરાત્રિઃ રાજ્યની શક્તિપીઠોમાં સવારથી ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર…