એપ્રિલમાં જ અમદાવાદ ફેરવાયું અગન ભઠ્ઠીમાં, જાણો દરરોજનું સરેરાશ તાપમાન કેટલું નોંધાયું

અમદાવાદઃ રાજ્યમાં ગરમીને રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. અમદાવાદવાસીઓ માટે એપ્રિલ મહિનો અગન ભઠ્ઠી સમાન સાબિત થયો છે. શહેરમાં એપ્રિલના 29 દિવસનું સરેરાશ મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી સેલ્સિયસ અને 26 દિવસ 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે નોંધાયું હતું. મંગળવારે અમદાવાદમાં ગરમીનો પારે 44.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. જે વર્તમાન સિઝનનો સૌથી ગરમ દિવસ હતો.
એપ્રિલનો ત્રીજો સૌથી ગરમ દિવસ
મંગળવાર અમદાવાદ માટે એપ્રિલનો ત્રીજો સૌથી ગરમ દિવસ પણ હતો. નોંધાયેલા તાપમાન જેટલું હતું. આ પહેલા એપ્રિલ 1958માં 46.2 ડિગ્રી અને એપ્રિલ 2002માં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આજે તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચી શકે
ભારતીય હવામાન વિભાગના ડેટા મુજબ, મંગળવારે તાપમાનનો પારો સામાન્ય કરતાં 3.2 ડિગ્રી વધારે હતો. રાત્રિના સમય થોડી રાહત મળી હતી. લઘુત્ત તાપમાન 26.6 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય તાપમાનની નજીક હતું. આઈએમડી મુજબ બુધવારે શહેરમાં 45 ડિગ્રી તાપમાન રહેશે.
ગરમીથી રસ્તા થયા સુમસામ
મંગળવારે, પાંચ શહેરો અને નગરોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી કે તેથી વધુ નોંધાયું હતું. 44.9 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર હતું. ત્યારબાદ અમદાવાદમાં 44.8 ડિગ્રી, અમરેલીમાં 44.5, કંડલામાં 44.3 અને ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગરમીના કારણે બપોરે શહેરના રસ્તાઓ સુમસામ દેખાતા હતા. ઘણા લોકોએ છાશ, લીંબુ પાણી અથવા નાળિયેર પાણીનો આશરો લીધો હતો.
આપણ વાંચો: ચંડોળા તળાવ ડિમોલિશન બંદોબસ્ત દરમિયાન મહિલા કોન્સ્ટેબલની તબિયત લથડી