અમદાવાદ

અમદાવાદમાં હરિયાળી વધી, 48 વૉર્ડમાં 12 લાખ વૃક્ષ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ
શહેરોમાં ઘટતી હરિયાળી અને વૃક્ષોની સંખ્યા સામાન્ય જનજીવનને વ્યાપક અસર કરે છે. અમદાવાદ શહેરના ઘટતા હરિયાળા વિસ્તારને વધારવા અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા 14 વર્ષમાં છ લાખ કરતા વધારે વૃક્ષો વાવ્યા છે અને તેના કારણે હાલમાં અમદાવાદમાં 12 લાખ વૃક્ષ હોવાનું વૃક્ષ ગણતરીમાં બહાર આવ્યું છે. શહેરના 48 વૉર્ડની ગણતરી બાદ 12 લાખ વૃક્ષ હોવાનું જાણવા મળ્યું છે, હજુ આ ગણતરી ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.

આ પણ વાંચો : વન મહોત્સવના કરોડો ગયા પાણીમાં, રાજસ્થાને ગુજરાતને પછાડ્યું

વર્ષ 2011 બાદ અમદાવાદમાં આ વૃક્ષ ગણતરી થઈ રહી છે. શહેરના વિકાસ માટે આ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આ સર્વે જીઆઈએસ અને જીપીએસ આધારિત મેપિંગ કરી બને તેટલી ચોકક્સાઈથી કરવામાં આવી રહ્યો છે. વૃક્ષનો પ્રકાર, કદ, લોકેશન દરેક બાબતનો સર્વે થયા પછી શહેરમાં ક્યા વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં હરિયાળી છે અને ક્યા વિસ્તારોમાં વધાર વૃક્ષોની જરૂર છે, તે ખબર પડશે. આ સાથે સતત વિકસતા શહેરમાં હવાની ગુણવત્તા, વરસાદી પાણીનો નિકાલ વગેરે અંગે પણ મનપા સહિતની એજન્સીઓ બરાબર આયોજન કરી શકશે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button