
અમદાવાદઃ પ્રયાગરાજમાં યોજાઈ રહેલો મહાકુંભ મેળો તેના અંતિમ તબક્કામાં છે. મેળામાં બનેલી નાસભાગની ઘટના અને નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર બનેલી નાસભાગની ઘટના બાદ તંત્ર વધુ સાવચેતી રાખી રહ્યું છે. યાગરાજ અને તેની આસપાસના રેલવે સ્ટેશન પર લોકોની વધુ પડતી ભારે ભીડ ના ઉમટે તથા શ્રધ્ધાળુઓની સુરક્ષાના ભાગરૂપે પશ્ચિમ રેલવેએ અમદાવાદથી પ્રયાગરાજ તરફ જતી 10 ટ્રેન રદ કરવાનો નિર્ણય લીધો (Railway Cancels 10 Trains Ahmedabad to Prayagraj) હતો.
રેલવે દ્વારા 22 થી 28 ફ્રેબ્રુઆરી વચ્ચેની 10 ટ્રેન રદ કરવામાં આવતા કંન્ફર્મ ટિકિટ ખરીદનારા શ્રધ્ધાળુઓની મુશ્કેલી પણ વધી છે.
Also read : દેવાના ખપ્પરમાં હોમાયું ગુજરાત, જોઈ લો આ સરકારી આંકડાઃ દરેક પરિવાર પર રૂપિયા ૨,૫૯,૩૦૮ નું દેવું…
નીચે પ્રમાણેની ટ્રેનો રદ રહેશે:
22 થી 26 ફેબ્રુઆરી 2025 સુધી અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ રદ રહેશે.
24 થી 28 ફેબ્રુઆરી 2025 સુધી બરૌનીથી ચાલતી ટ્રેન નંબર 19484 બરૌની-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
25 ફેબ્રુઆરી 2025 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ રદ રહેશે.
26 ફેબ્રુઆરી 2025ના રોજ ગોરખપુરથી ચાલતી ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
26 ફેબ્રુઆરી 2025 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 12947 અમદાવાદ-પટના એક્સપ્રેસ રદ રહેશે.
28 ફેબ્રુઆરી 2025 ના રોજ પટનાથી ચાલતી ટ્રેન નંબર 12948 પટના-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
25 ફેબ્રુઆરી 2025 ના રોજ એકતા નગરથી ચાલતી ટ્રેન નંબર 20903 એકતા નગર-વારાણસી એક્સપ્રેસ રદ રહેશે.
27 ફેબ્રુઆરી 2025 ના રોજ વારાણસી થી ચાલતી ટ્રેન નંબર 20904 વારાણસી-એકતા નગર એક્સપ્રેસ રદ રહેશે.
25 ફેબ્રુઆરી 2025 ના રોજ ભાવનગરથી ચાલતી ટ્રેન નંબર 12941 ભાવનગર-આસનસોલ એક્સપ્રેસ રદ રહેશે.
27 ફેબ્રુઆરી 2025 ના રોજ આસનસોલથી ચાલતી ટ્રેન નંબર 12942 આસનસોલ-ભાવનગર એક્સપ્રેસ રદ રહેશે.
નોંધનીય છે કે, કુંભ સ્પેશિયલ ટ્રેનોની 24 ટ્રીપ અમદાવાદ ડિવિઝનથી, 26 ટ્રીપ મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનથી, જ્યારે 8 ટ્રીપ ભાવનગર ડિવિઝનથી, 4 ટ્રીપ રાજકોટ ડિવિઝનથી, 2 ટ્રીપ વડોદરા ડિવિઝનથી અને 6 ટ્રીપ રતલામ ડિવિઝનથી ચલાવવામાં આવી રહી છે.