
અમદાવાદઃ 2030ની કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં યોજાશે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં મળેલી જનરલ એસેમ્બલીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદની યજમાનીની સત્તાવાર જાહેરાત થઈ હતી. અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતા ભારત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સ યોજવાનું ગૌરવ મેળવશે. આ પહેલા ભારતે 2010માં નવી દિલ્હીમાં ગેમ્સનું સફળ આયોજન થયું હતું.
અમદાવાદને યજમાનીનો કેમ લેવાયો નિર્ણય
કોમનવેલ્થ ગેમ્સની એક્ઝીક્યુટિવ બોર્ડ દ્વારા અમદાવાદને યજમાની આપવાની ભલામણ માટેના અનેક કારણો આપ્યા હતા. સમિતિએ વિવિધ માપદંડોના આધારે ઉમેદવાર શહેરોનું મૂલ્યાંકન કર્યું હતું. આ મૂલ્યાંકનમાં ટેકનિકલ વ્યવસ્થા, ખેલાડીઓનો અનુભવ, માળખાગત સુવિધાઓ, તંત્ર અને કોમનવેલ્થ ગેમ્સ વચ્ચેના સંબંધોના આધારે આ નિર્ણય લેવાયો હતો.
આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સ-2030 અમદાવાદમાં યોજાશે, આજે થઈ શકે સત્તાવાર જાહેરાત…
હર્ષ સંઘવીએ શું કહ્યું
ગ્લાસમોમાં આ ક્ષણના સાક્ષી બનવા માટે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન પહોંચ્યું હતું. જાહેરાત બાદ હર્ષ સંઘવીએ કહ્યું, આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે. કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ થઈ રહ્યા છે ત્યારે તેનું આયોજન કરવું એ અમારા માટે સન્માનની વાત છે. અમદાવાદ વિશ્વને આવકારવા માટે તૈયાર છે. આ ગેમ્સ ફક્ત આપણા માળખાગત સુવિધાઓ અને પ્રતિભાને જ નહીં પરંતુ આપણી એકતા અને શ્રેષ્ઠતાનું પણ પ્રદર્શન કરશે.

ભારતીય ઓલિમ્પિક ઓસોસિએશને 13 ઓગસ્ટના રોજ સત્તાવાર ધોરણે કોમનવેલ્થ ગેમ્સ માટે મંજૂરી આપી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2030નો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે. આઇઓએ દ્વારા તેની સ્પેશિયલ જનરલ એસેમ્બલીમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ બિડને મંજૂરી આપવામાં આવી હતી.
અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 5 વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે. આ ઉપરાંત કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ વગેરે સહિત નવ અલગ-અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે. આ પહેલા અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ, ક્રિકેટ વર્લ્ડકપ જેવી મેગા ઇવેન્ટનું સફળતાપૂર્વક આયોજન થયું છે. જે બાદ હવે કોમનવેલ્થ ગેમ્સનું પણ આયોજન થશે.



