અમદાવાદના મેઘાણીનગરની આઠ લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો, વાઈસ પ્રિન્સિપાલે જ કરી હતી ચોરી | મુંબઈ સમાચાર

અમદાવાદના મેઘાણીનગરની આઠ લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો, વાઈસ પ્રિન્સિપાલે જ કરી હતી ચોરી

અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પોલીસે એક ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં એક નર્સિંગ કોલેજના મહિલા વાઈસ પ્રિન્સિપાલ સુચી રાય રમીની ગેમમાં રૂપિયા હારી જતા દેવું ચૂકવવા કોલેજમાં ચોરી કરી હતી. આ રકમની વાત કરીએ સુચી રાય રમી ગેમમાં છેલ્લા 13 વર્ષમાં 40 લાખ રૂપિયા હારી ગઈ હતી. તેમજ દેવું ચુકવવા માટે સુચી રાયે બુરખો પહેરી કોલેજમાંથી વિદ્યાર્થીઓની ફીના આઠ લાખ રૂપિયાની ચોરી કરી ત્યારે તે તપાસના આધારે ઝડપાઈ હતી.

રમીના ગેમમાં સમયાંતરે દેવું વધ્યું હતું

આ અંગે પોલીસે આપેલી વિગતો મુજબ સુચી રાયની પૂછપરછમાં સમગ્ર બાબત પ્રકાશમાં આવી હતી. જેમાં
સુચી રાયે જણાવ્યું હતું કે તેને વર્ષ 2014થી રમી ગેમ રવાની આદત લાગી હતી. આ ગેમમાં શરૂઆતમાં રૂપિયા 50થી ગેમ રમવાની ચાલુ કરી હતી તે વધીને રૂપિયા 50,000 સુધી પહોંચી હતી. તેણે ત્રણેક વર્ષ રમી ગેમ રમી હતી. જેમાં તે આશરે 18 લાખ જેટલી રકમ રમી ગેમમાં હારી હતી. આ ગેમમાં રકમ પણ જીતી હતી. જોકે, સમયાંતરે દેવું વધ્યું હતું. તેમજ તેની ચુકવણી માટે નાણાની જરૂર હતી તેથી ચોરી કરવાની ફરજ પડી હતી.

સીસીટીવી અને ડોગની મદદથી ગુનાનો ભેદ ઉકેલાયો

જેની બાદ ચોરીની ઘટના બાદ પોલીસ એકશનમાં આવી હતી. જેમાં 24 કલાકમાં જ સીસીટીવી અને ડોગની મદદથી ગુનાનો ભેદ ઉકેલીને કોલેજના જ વાઈસ પ્રિન્સિપાલ સુચી રાયની ધરપકડ કરી હતી. આ આરોપી મહિલાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા.

ચોરીની રકમ કુલ 3,45,148 રૂપિયા સુધી પહોંચી હતી

જયારે સુચી રાયે પૂછપરછમાં જણાવ્યું હતું કે પોતે પરણિત છે. તેમજ શુભમ મલ્ટીસ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટર-નર્સિંગ કોલેજમાં વાઈસ પ્રન્સિપાલ તરીકે સાડા સાત માસથી નોકરી કરે છે. તેમજ તે લગ્નજીવનમાં ખટરાગ બાદ તે માતા સાથે રહે છે. તેમજ તેણે રમી ગેમમાં હારેલી રકમ ભરવા માટે કોલેજમાં વિદ્યાર્થીઓ જે ફી ભરતા હતા. તેમાંથી સમયાંતરે રૂપિયાની ચોરી કરતી હતી. જે ચોરીની રકમ કુલ 3,45,148 રૂપિયા સુધી પહોંચી હતી. સુચી રાયે બે મહિના દરમિયાન તબક્કાવાર પૈસા કાઢી લીધેલાં હતા. તેમજ હિસાબ વખતે આ ચોરીનો ભેદ ખુલી ના જાય એટલે ચોરીનું પ્લાનિંગ કર્યું હતું. તેમજ બુરખો પહેરીને ચોરી હતી.

સીસીટીવી ચેક કરતા તેમાં બુરખાવાળી મહિલા ચોરી કરતા જોવા મળી

તેમજ આ અંગે ઓફીસના જાણ કરતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેની બાદ સીસીટીવી ચેક કરતા તેમાં બુરખાવાળી મહિલા ચોરી કરતા જોવા મળી હતી. તેમજ તેની બાદ પોલીસે ડોગ -સ્કવોડની મદદ લેતા શ્વાને સુચી રાયને
ઓળખી કાઢી હતી. જેની બાદ સુચી રાયે સમગ્ર ગુનાની ક્બૂલાત કરી હતી.

2.37 લાખ રૂપિયા તેના ઘરેથી રોકડાં કબેજ કર્યા

જેની બાદ પોલીસે તેના ઘરની તલાશી લીધી હતી. જેમા ચોરી કરેલી રકમમાંથી 2.37 લાખ રૂપિયા તેના ઘરેથી રોકડાં કબેજ કર્યા છે. આ ઉપરાંત 2.95 લાખ રૂપિયા તેણે મુથુટ ફાયનાન્સમાં ગીરવે મૂકેલ સોનું છોડાવ્યું છે. જયારે બાકીના નાણા જૂન મહિનામાં 1,96,500 અને જુલાઇ મહિનામાં 67,100 રૂપિયા બેંકમાં રોકડાં જમા કરાવીને રમી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી.

આ પણ વાંચો…ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલી આંતરરાજ્ય ટોળકી પકડાઈ…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button