Top Newsઅમદાવાદ

ગુજરાતમાં ડ્રાફ્ટ મતદાર યાદી મુદ્દે ઘોર અંધેર, લોકો સવારથી શોધી શોધીને થાક્યા પણ ક્યાંય યાદી દેખાઈ નહીં

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રાફ્ટ મતદારી યાદી જાહેર થશે. જોકે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ યાદી જાહેર કરવામાં આવી નથી. લોકો સવારથી જ તેમનું નામ શોધવા ઓનલાઈન સર્ચ કરી રહ્યા છે. પરંતુ યાદી ન જોવા મળતા નિરાશ થઈ રહ્યા છે. ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ મતદારો ઓનલાઈન પોતાના નામની ચકાસણી કરી શકશે. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે.

ડ્રાફ્ટ મતદાર યાદી ક્યાં જાહેર કરવામાં આવશે?

ડ્રાફ્ટ મતદાર યાદી આજે Gujarat Chief Electoral Officerની સત્તાવાર વેબસાઈટ https://ceo.gujarat.gov.in/Index પર મુકવામાં આવશે. આમાં તમે જરૂરી વિગતો ભરીને તમારા નામની વિગતો જાણી શકશો.

જો ડ્રાફ્ટ મતદાર યાદીમાં નામ નથી તો શું કરશો?

આ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ જો મતદારયાદી સંબંધી કોઈ પણ વાંધો કે દાવો છે તમને જણાય છે તો તેના માટે તારીખ 19 ડિસેમ્બર 2025થી તારીખે 18 જાન્યુઆરી 2026 સુધીમાં વાંધા-દાવાની અરજી કરી શકાશે. મતબલ કે ભારતના નાગરિક હોવા છતાં પણ SIR પછી કોઇ કારણસર ડ્રાફટ રોલમાં નામ નથી સામેલ થયું તો તેવા નાગરિકો આધાર પુરાવા સાથે ફોર્મ નંબર 6 ભરીને મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, SIR દરમિયાન 40 લાખથી વધુ મતદારો સામે આવ્યા છે, જેઓ હાલની મતદાર યાદીમાં નોંધાયેલા સરનામેથી કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયા છે. જે પૈકી આશરે અઢધાભાગના મતદારો માત્ર અમદાવાદ અને સુરત જિલ્લાના છે. રાજ્યમાંથી 74 લાખ નામ કમી થશે. મૃત્યુ, કાયમી સ્થળાંતર, ગેરહાજર અને ડુપ્લિકેટ મતદાર કાર્ડ જેવા વિવિધ કારણોસર કુલ 73.94 લાખ મતદારોના નામ યાદીમાંથી દૂર થવાની શક્યતા છે. આમાં કાયમી સ્થળાંતર કરનારા મતદારોનો હિસ્સો 54% છે.

અમદાવાદ અને સુરતમાં અનુક્રમે 8.65 લાખ અને 8.62 લાખ ‘કાયમી સ્થળાંતરિત’ થયેલા સૌથી વધુ મતદારો છે. આ બંને જિલ્લાઓ મળીને આ શ્રેણીના કુલ મતદારોના 43% હિસ્સો ધરાવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ, સુરત અને અન્ય ઔદ્યોગિક જિલ્લાઓમાં સ્થળાંતરિત શ્રમિકોની મોટી સંખ્યા છે. કોવિડ બાદ થયેલું રિવર્સ માઈગ્રેશન આટલી મોટી સંખ્યા પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે. અન્ય એક કારણ ગુજરાતના જ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સરનામું બદલનારા લોકો પણ હોઈ શકે છે.

કાયમી સ્થળાંતર કરનારા અન્ય મુખ્ય જિલ્લાઓમાં વડોદરા, રાજકોટ, વલસાડ, કચ્છ, ભાવનગર, ગાંધીનગર, બનાસકાંઠા અને મહેસાણાનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં પણ ઉદ્યોગો અને પરપ્રાંતિય શ્રમિકોનું પ્રમાણ વધારે છે. વિધાનસભા બેઠકોની વાત કરીએ તો, સૌથી વધુ સ્થળાંતર અમદાવાદ અને સુરતની બેઠકો પર જોવા મળ્યું છે. ટોચની 10 બેઠકોમાં ચોર્યાસી, કામરેજ, લિંબાયત, ઉધના, અમરાઈવાડી, વેજલપુર, વરાછા રોડ, ઓલપાડ, કતારગામ અને ઘાટલોડિયાનો સમાવેશ થાય છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button