અમદાવાદ

CA ઈન્ટરમિડીયેટ પરીક્ષાના પરિણામોમાં દેશના 50 ટોપરોમાં અમદાવાદના 11 વિદ્યાર્થી ઝળક્યા…

અમદાવાદ: ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ(CA)ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા જાન્યુઆરી 2025માં લેવાયેલી સીએ ઈન્ટરમિડીયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં. સીએ ઈન્ટરમિડીયેટની પરીક્ષામાં અમદાવાદની વિદ્યાર્થીનીએ દેશભરમાં 12મો ક્રમાંક મેળવ્યો છે. સીએ ઈન્ટરમિડીયેટ પરીક્ષામાં દેશનાં 50 ટોપરોમાં અમદાવાદનાં 11 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

Also read : GPSC દ્વારા પરીક્ષા પદ્ધતિમાં મોટાપાયે ફેરફાર; ઉમેદવારો જાણીને નવા નિયમો

ઈન્ટરમિડીયેટ બંને ગ્રુપોનું પરિણામ 14.05 ટકા

આ અંગે માહિતી આપતા આઈસીએઆઈના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે, આઇસીએઆઈ દ્વારા સીએ ઈન્ટરમિડીયેટ અને ફાઉન્ડેશનનાં પરિણામો જાહેર કરવામાં આવ્યા હતાં. સીએ ઈન્ટરમિડીયેટ પરીક્ષામાં બંને ગ્રુપોનું પરિણામ 14.05 ટકા, ગ્રુપ 1નું પરિણામ 14.17 ટકા અને ગ્રુપ-2નું પરિણામ 22.16 ટકા આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં ભારતનું પરિણામ 21.52 ટકા આવ્યું છે. જે સપ્ટેમ્બર 2024માં 19.67 ટકા હતું.

અમદાવાદ બ્રાન્ચના બંને ગ્રુપનું પરિણામ 21.94 ટકા

જ્યારે અમદાવાદ બ્રાન્ચના ચેરમેન સીએ નીરવ અગ્રવાલે અમદાવાદ કેન્દ્રનાં પરિણામો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે જાન્યુઆરી 2025માં લેવાયેલી સીએ ઈન્ટરમિડીયેટની પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રનું બંને ગ્રુપનું પરિણામ 21.94 ટકા, ગ્રુપ 1નું પરિણામ 8.12 ટકા અને ગ્રુપ 2નું પરિણામ 31.56 ટકા આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2024માં આ પરિણામ અનુક્રમે 3.80 ટકા, 12.07 ટકા અને 19.22 ટકાનું હતું.

Also read : ફાગણ મહિને કચ્છમાં ગુલાબી વાતાવરણ: ભુજ-નલિયામાં હિલ સ્ટેશનનો અહેસાસ

અમદાવાદની વિધિ તલાટીનો 12મો ક્રમાંક

સીએ નીરવ અગ્રવાલે જણાવ્યું હતું કે સીએ ઈન્ટરમિડીયેટ પરીક્ષામાં દેશનાં ટોપરોમાં અમદાવાદનાં 11 વિદ્યાર્થીઓએ રેન્ક મેળવ્યો છે. જેમાં બ્રાન્ચમાંથી કોચિંગ લેનારી અમદાવાદની વિધિ તલાટીનો 12મો ક્રમાંક છે. સીએ ફાઉન્ડેશન કોર્સમાં અમદાવાદ કેન્દ્રનું પરિણામ 23.16 ટકાનું આવ્યું છે. દેશભરનાં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 21.52 ટકાનું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button