સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસઃ આવતીકાલે વેપારીઓ પાળશે બંધ, ક્રાઈમ બ્રાન્ચે કર્યો ચોંકાવનારો ખુલાસો…

અમદાવાદઃ શહેરની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શહેરમાં આવતીકાલે વેપારીઓ બંધ પાળશે. કાલુપુર-રીલિફ રોડની તમામ માર્કેટો બંધ રાખવામાં આવશે. અમદાવાદ વેપારી મહાસંગઠન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત કુબેરનગર બંગલા અને સૈજપુર બોઘા વિસ્તારમાં પણ દુકાનોને બંધ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
બનાવ અંગે પોલીસ કમિશનરે ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી. પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં વિલંબ કર્યો હોવાની મૃતકના પિતાની કાર્યવાહી કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્કૂલ પ્રશાસન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આરોપીને જ્યુવિનિલાઈલ જસ્ટિસ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને બાળ સુધારણા કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બનાવ 12:30 થી 12:45 વાગ્યા સુધી બનેલ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત એલજી હોસ્પિટલ દ્વારા પોલીસને બનાવના આશરે 50 મિનિટ બાદ જાણ કરવામાં આવી હતી.
સ્કૂલ પાસે ઘટનાની તાત્કાલિક જાણ વાલીને કે પોલીસને કરવામાં આવી હતી કે કેમ તે બાબતે ખુલાસો માંગતા કોઈ જવાબ મળ્યો નથી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દરેક પાસાને ધ્યાનમાં રાખીને જીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદના ખોખરામાં આવેલ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે વિદ્યાર્થી ઇજાગ્રસ્ત હાલતમાં લગભગ 38 મિનિટ સુધી સ્કૂલના કેમ્પસમાં ઢળી પડ્યો હતો, છતાં સ્કૂલ તંત્રએ કોઈ પગલાં લીધા નહોતા.

ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે સ્કૂલના સિક્યુરિટી ગાર્ડે આ બનાવ અંગે સ્કૂલ સંચાલકને જાણ કરી હતી, પરંતુ સ્કૂલ તંત્રે તાત્કાલિક સારવાર માટે કોઈ કાર્યવાહી કરી નહોતી. જેના કારણે વિદ્યાર્થીની હાલત વધુ ગંભીર બની હતી અને તેનું મોત નિપજ્યું. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે CCTV ફૂટેજમાં આ બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે.
હોસ્પિટલના રિપોર્ટ મુજબ, જ્યારે વિદ્યાર્થીને હોસ્પિટલમાં લવામાં આવ્યો ત્યારે તેની હાલત અત્યંત ગંભીર હતી. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીની પલ્સ અને બ્લડ પ્રેશર રેકોર્ડ થતું નહોતું અને શરીર ઠંડું પડી ગયું હતું. રિપોર્ટમાં આ પણ જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીના પેટના નાભીના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેના કારણે અંદર ભારે લોહી જમા ગયું હતું
તપાસમાં એવો મહત્વનો મુદ્દો પણ બહાર આવ્યો કે જો વિદ્યાર્થીને સમયસર હોસ્પિટલમાં લવાયો હોત તો તેનો જીવ બચાવી શકાય તેમ હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચ સ્કૂલ તંત્રની બેદરકારીને ગંભીરતાથી લઈ રહી છે અને કોર્ટની મંજૂરી બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
આ પણ વાંચો…અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો