અમદાવાદ

અમદાવાદમાં ઘરે ઘરે દરદીઓના ખાટલા, બેવડી ઋતુને લીધે રોગચાળો વકર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
શહેરમાં ગયા અઠવાડિયે ઠંડીનું પ્રમાણ વધ્યું હતું જે ચાલુ અઠવાડિયામાં ઘણું ઓછું જણાઈ રહ્યું છે. દિવસ દરમિયાન ગરમી અને સવાર સાંજ ઠંડીના માહોલ વચ્ચે રોગચાળો વકરી રહ્યો છે અને શહેરમાં ઘરે ઘરે બીમારી જોાવ મળે છે. તાવ-શરદી, ઉધરસ સાથે મલેરિયા, ટાઈફોઈડ, માઈગ્રેન અને સાયનસના દરદીઓ પણ વધ્યા હોવાનું ડોક્ટરો જણાવી રહ્યાં છે.

ચાલુ મહિનામાં અમદાવાદ શહેરમાં મેલેરિયાના 103 કેસ નોંધાયા છે, તો વળી, ડેન્ગ્યૂના 62 કેસો, ઝાડા-ઉલટીના 210, ટાઇફોઇડના 164 કેસ અને કમળાના 99 કેસો નોંધાતા ખળભળાટ મચી ગયો છે. સરકારી દવાખાનાઓ સાથે ખાનગી દવાખાનાઓમાં પણ દરદીઓની લાઈન લાગી છે.

આપણ વાચો: અમદાવાદમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના દરરોજ નોંધાયા આટલા કેસ

મનપાના યુએચસી અને સીએચસી સેન્ટરોમાં રોજના 1500 આસપાસ વાયરલ ફીવરના કેસ નોંધાતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ. નવેમ્બર મહિનાના 20 દિવસમાં જ મલેરિયાના 41 કેસ, ડેન્ગ્યુના 61 કેસ અને ઝેરી મલેરિયાના 32 કેસ નોંધાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ, કમળાના કેસ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.

ચાલુ વર્ષના કેસના આંકડાની વાત કરીએ તો ડેન્ગ્યુના 1501, ચિકનગુનિયાના 17 સાદા મેલેરિયાના 888 કેસ, ઝેરી મેલેરિયાના 193 કેસ, કેસ અને કેસ નોંધાયા છે. જ્યારે પાણીજન્ય કેસમાં દરદીઓની સંખ્યા હજારોમાં છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button