અમદાવાદની સાબરમતી નદીમાં ભારે પુરની શક્યતા, રિવર ફ્રન્ટ પર ન જવા અપીલ...
Top Newsઅમદાવાદ

અમદાવાદની સાબરમતી નદીમાં ભારે પુરની શક્યતા, રિવર ફ્રન્ટ પર ન જવા અપીલ…

અમદાવાદ : ગુજરાતના અનેક જીલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં પણ ગત મોડી સાંજથી વરસાદ શરુ થયો છે. તેમજ વહેલી સવારથી વરસાદ પણ વરસી રહ્યો છે.

જયારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીમાં ધરોઈ ડેમથી આશરે 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

સંત સરોવરમાંથી 22,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
જયારે સંત સરોવરમાંથી 22,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેમાનું 90,000 થી વધુ ક્યુસેક પાણી નદીમાં આવશે.જયારે હાલ સાથે વાસણા બેરેજ ડેમના 30 માંથી 28 દરવાજા અત્યાર થી ખોલી દેવામાં આવ્યા છે.

જેના લીધે લોકોને નદી કિનારે કે રિવરફ્રન્ટના વોક-વે પર ન જવા અપીલ કરવામાં આવી છે.

અમદાવાદ કોર્પોરેશન એલર્ટ મોડમાં
આ ઉપરાંત બપોર બાદ નદીના પાણીનું જળસ્તર વધતા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યામાં વધારો થશે. તેમજ આ સ્થિતિનીએ પહોંચી વળવા માટે અમદાવાદ કોર્પોરેશન એલર્ટ મોડમાં છે. ફાયર બ્રિગેડની ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે.

નદીકાંઠાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા
આ ઉપરાંત વાસણા બેરેજમાંથી પાણી છોડાતા નદીકાંઠાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ લોકોને પાણીનો પ્રવાહ આવતા સલામત સ્થળે જવા અપીલ કરવામાં આવી છે. તેમજ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે અનેક જીલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ તથા પાટણ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીને આધારે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા મુખ્ય સચિવએ સૂચના આપી હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button