અમદાવાદ રિવરફ્રન્ટ પર કરુણ ઘટના: બે વર્ષની બાળકી સાથે માતાએ નદીમાં ઝંપલાવ્યું, બાળકી માતાની લાશ પર તરતી રહી

અમદાવાદઃ સાબરમતી રિવરફ્રન્ટ પર ગઈકાલે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની હતી એક માતા પોતાની બે વર્ષની દીકરી સાથે નદીમાં કૂદી પડી, જેના કારણે બંનેનાં મૃત્યુ થયા હતા. આ ઘટના ગઈકાલે, 15 ઓગસ્ટે, સાંજે 6 વાગ્યાની આસપાસ ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાસે બની હતી.
પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, મહિલા પોતાની નાની બાળકી સાથે રિવરફ્રન્ટ પર આવી હતી અને અચાનક નદીમાં કૂદી પડી. નદીમાં ડૂબી જવાથી માતાનું મૃત્યુ થયું અને તેનો મૃતદેહ પાણી પર તરવા લાગ્ય હતો. આ દરમિયાન, તેમની દીકરી માતાના મૃતદેહ પર જીવતા રહેવા માટે વલખા મારી રહી હતી.
આપણ વાંચો: અમદાવાદના ધોળકામાં કોંગો ફીવરથી પશુપાલકનું મૃત્યુઃ આરોગ્ય તંત્ર એલર્ટ, સર્વેલન્સ શરુ…
લોકોએ આ દૃશ્ય જોતા તરત જ પોલીસ અને રિવર રેસ્ક્યૂ ટીમને જાણ કરી. રેસ્ક્યૂ ટીમના ભરત માંગેલા અને તેમની ટીમે માતા-પુત્રી બંનેને નદીમાંથી બહાર કાઢ્યા. ત્યારે બાળકી જીવિત હોય તેવું લાગતા, ભરત માંગેલાએ તેને CPR આપ્યું હતું. CPR આપતા જ બાળકી રડવા લાગી હતી.
બાળકીનો જીવ બચાવવા માટે, તેને તાત્કાલિક પોલીસની ગાડીમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. રસ્તામાં એમ્બ્યુલન્સ મળતા તેને તેમાં ટ્રાન્સફર કરીને વધુ સારવાર માટે વીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આપણ વાંચો: કાશ્મીરના કિસ્તાવડમાં તબાહીઃ વાદળ ફાટવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો, 250 લોકો ગુમ…
સ્થળ પર પહોંચેલી ટીમે તરત જ બચાવ કામગીરી શરૂ કરી. જોકે, માત્ર બાળકીને જ જીવિત બહાર કાઢી શકાઈ, જ્યારે માતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. દુર્ભાગ્યવશ, બાળકીના ફેફસાંમાં પાણી ભરાઈ જવાને કારણે મોડી રાત્રે હોસ્પિટલમાં તેનું પણ મૃત્યુ થયું.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાળકી માતાના મૃતદેહ પર વલખાં મારતી જોવા મળે છે. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.