અમદાવાદ

અમદાવાદ ઈક્વિટી એયુએમમાં મુંબઈ પછી બીજું ઝડપથી વિકસતું શહેર બન્યું

અમદાવાદઃ ગુજરાતીઓ શેર માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં મોટા પ્રમાણમાં રોકાણ કરે છે, તે વાત નવી નથી, પરંતુ અમદાવાદ ઈક્વિટી એયુએમ (અસેટ્સ અંડર મેનેજમેન્ટ)માં દેશનું બીજુ ઝડપથી વિકસતું શહેર બની ગયું છે. એક વર્ષમાં અમદાવાદે ભારતના ટોચના 10 મ્યુચ્યુઅલ ફંડ બજારોમાં બીજા ક્રમનો સૌથી ઝડપી ઇક્વિટી AUM વૃદ્ધિદર નોંધાવ્યો છે, જેમાં 16.6%નો વધારો નોંધાયો હતો અને એયુએમ રૂ. 2.26 લાખ કરોડ થઈ હતી, એમ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના ડેટા સૂચવે છે. જોકે સૌથી વધારે ઝડપથી વિકસતું શહેર આજે પણ મુંબઈ છે. જે 17.3% વધીને રૂ. 21.18 લાખ કરોડ થયું છે.

નિષ્ણાતોના મતે ગુજરાતીઓની એસઆઈપી કરવાની ઈચ્છા, ડાયરેક્ટ સ્ટોક્સ અથવા મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ઇક્વિટી રોકાણો, વધતી જતી નિકાલજોગ આવક અને લાંબા ગાળાના ઇક્વિટી રોકાણ તરફનું હકારાત્મક વલણ અમદાવાદના ઝડપી વિકાસ પાછળના કારણો છે.

આ પણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર,મહારાષ્ટ્ર તેની કરોડરજ્જુ બનશે: ફડણવીસ…

આ સાથે અન્ય કોઈ યોગ્ય અને ઓછો જોખમી વિકલ્પ નથી, આથી મ્યુચ્યુઅલ ફંડ લોકો માટે સરળ રોકાણનું માધ્યમ છે. મોટાભાગના લોકો રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકતા નથી, ફિક્સ્ડ ડિપોઝીટમાં હવે વ્યાજદર સાવ સામાન્ય થઈ ગયા છે. આ સાથે ડિજિટલ પ્લેટફોર્મ્સને લીધે રોકાણ કરવું સરળ અને ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે. આથી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે.

માત્ર અમદાવાદ જ નહીં, વડોદરા પણ દેશના ટોચના દસ શહેરોમાં સ્થાન મેળવ્યું છે. વડોદરામાં 15 ટકાનો વધારો નોંધાયો છે અને રૂ. 65,027 કરોડનો આંકડો શહેરે હાંસલ કર્યો છે. વડોદરાએ ચેન્નઈ અને હૈદરાબાદ જેવા મોટા મહાનગરોને પાછળ છોડી દીધા છે. જોકે સુરત ટાયર-2 બજારોમાં સૌથી મજબૂત શહેર હોવા છતાં રૂ. 58,222 કરોડ સાથે એક ક્રમ નીચે સરક્યું છે.

આ પણ વાંચો: ઈકો-સ્પેશિયલ: વૈશ્વિક પડકારો વચ્ચે આપણા અર્થતંત્રના વિકાસમાં વિશ્વાસ વધી રહ્યો છે…

મોટા શહેરો ઉપરાંત રાજકોટ ૧૩.૨% વધીને રૂ. ૨૪,૯૫૨ કરોડ થયું છે, જે હકીકતમાં કોચીન, રાંચી, ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમ જેવા મોટા કેન્દ્રો અને રાજ્યની રાજધાની કરતાં વધુ છે.

પીએસયુ કર્મચારીઓ અને ગિફ્ટ સિટીના સ્પીલઓવરને કારણે ગાંધીનગરે ૧૫.૭%નો નોંધપાત્ર ઉછાળો નોંધાવ્યો છે. નાનું એવું આણંદ પણ રૂ. ૭,૫૬૧ કરોડ સાથે ચાર્ટમાં ચઢી ગયું છે. આ સાથે વાપી, ભરૂચ અને ભાવનગર પણ ચાર્ટમાં ઉપર ચડતા જાય છે, તેમ એક અહેવાલે જણાવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button