અમદાવાદમાં બે વર્ષમાં હિટ એન્ડ રનની 739 ઘટના; 345 ના મોત…

અમદાવાદઃ શહેર પોલીસ ટ્રાફિકના નિયમોના પાલન માટે અવારનવાર હેલ્મેટ-લાયસન્સ સહિતની વિવિધ ડ્રાઈવ યોજતી રહે છે તેમ છતાં બેફામ ઝડપે હંકારતા વાહનચાલકો પર અંકૂશ મેળવવામાં ટ્રાફિક પોલીસ વિભાગ નિષ્ફળ રહ્યો છે. શહેરમાં છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં જ હિટ એન્ડ રનથી 345 વ્યક્તિના મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું.
Also read : ગુજરાતમાં ગરમીની થશે શરૂઆત, હવામાન વિભાગે અહીં આપ્યું યલો એલર્ટ
અમદાવાદ ગ્રામ્યમાં વધારે કેસ
પહેલી જાન્યુઆરી 2023થી 31મી ડિસેમ્બર 2024 દરમિયાન અમદાવાદ શહેરમાં 344, અમદાવાદ ગ્રામ્યમાં 395 હિટ એન્ડ રનના બનાવ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરથી 117, અમદાવાદ ગ્રામ્યથી 228 વ્યક્તિના મૃત્યુ થયા હતા. આ સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં હિટ એન્ડ રનથી 345 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.
Also read : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ‘સીસીટીવી કાંડ’નો મુદ્દો ગાજ્યો, સરકારે આપ્યો જવાબ
408 વ્યક્તિ હજુ સુધી ફરાર
હિટ એન્ડ રન મામલે અમદાવાદ શહેરમાંથી 88, ગ્રામ્યમાંથી 243 એમ કુલ 331 ધરપકડ કરાઈ હતી. જેમાંથી અમદાવાદ શહેરમાંથી 344, ગ્રામ્યમાંથી 395 સામે પોલીસ કેસ કરાયા છે. બે વર્ષના આ સમયગાળામાં અમદાવાદ શહેરમાંથી 256, ગ્રામ્યમાંથી 152 એમ કુલ 408 વ્યક્તિ હજુ સુધી ફરાર છે, પોલીસ તેમને ઝડપી પાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે.