અમદાવાદના રખિયાલમાં બુલડોઝર એક્શન, 20 ગેરકાયદે દુકાનો અને કારખાના તોડી પડાયા

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આજે શહેરના પૂર્વ વિસ્તાર રખિયાલમાં બુલડોઝર એકશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રખિયાલના મોરારજી ચોકમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ હાઉસિંગ બોર્ડના કોમન પ્લોટ પર નિર્મિત 20થી વધુ કારખાના અને દુકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી
આ પૂર્વે આ જ વિસ્તારમાં વર્ષ 2008માં ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યું હતું. જ્યાં ફરીથી ગેરકાયદે બાંધકામ કરતા તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક પરિવાર દ્વારા પ્લોટ પર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે જ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.
આપણ વાંચો: કચ્છઃ અકસ્માતમાં એક યુવાને તો આત્મહત્યાના કેસમાં બે મહિલાના મોત
ગુનેગારના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફર્યું
ઉલ્લેખનીય છે આ ઉપરાંત બુધવારે અમદાવાદમાં વધુ એક ગુનેગારના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફર્યું હતું. ન નરોડાના મુઠીયા ગામના બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકીના મકાન પર બુલડોઝર ફરી વળ્યું હતું. કુખ્યાત બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકી વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં 32થી વધુ ગુના નોંધાઈ ચુક્યા છે.