અમદાવાદ

અમદાવાદથી રાજસ્થાન જનારાઓ વાંચે! રેલવેમાં બે દિવસ ફેરફાર, તમારી ટ્રેનનું સ્ટેટસ તરત ચેક કરો.

અમદાવાદ: અમદાવાદથી રાજસ્થાન તરફ રેલ્વેમાં મુસાફરી કરનારા રેલ્વેના મુસાફરો માટે મહત્વના સમાચાર છે. પાલનપુર-અમદાવાદ સેક્શન પર ટેકનિકલ કામગીરીને કારણે અનેક રેલ સેવા પ્રભાવિત થવાની છે. રેલ્વે વિભાગ દ્વારા પુલ નંબર 982 અને જગુદન સ્ટેશન ખાતે મહત્વપૂર્ણ ટેકનિકલ મેન્ટેનન્સ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના માટે ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે.

આ બ્લોકને કારણે જોધપુર–સાબરમતી માર્ગ પર ચાલતી કેટલીક મુખ્ય ટ્રેનોના સમય અને સંચાલન પર સીધો અસર પડશે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અસુવિધા ટાળવા માટે તેમની મુસાફરીની યોજનામાં ફેરફાર કરે અને સ્ટેશન પહોંચતા પહેલા ટ્રેનની સ્થિતિ ચોક્કસપણે ચકાસી લે.

આ ટેકનિકલ બ્લોકના કારણે જોધપુર-સાબરમતી માર્ગની મુખ્ય ટ્રેનોની સેવાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તારીખ 16.11.25ના રોજ જોધપુરથી ઉપડતી કરતી ટ્રેન નંબર 20485 જોધપુર -સાબરમતી, તેના નિર્ધારિત સમય કરતાં બે કલાક મોદી ઉપડશે.

આ ઉપરાંત,ટ્રેન નંબર 14821 જોધપુર -સાબરમતી , જે 16મી નવેમ્બર, 2025ના રોજ આબુ રોડ સુધી જ ચાલશે, એટલે કે આ સેવા આબુ રોડ -સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે. વળતી દિશામાં, તારીખ 17.11.25ના રોજ ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી- જોધપુર સાબરમતીના બદલે આબુ રોડ સ્ટેશનથી પ્રસ્થાન કરશે, જેથી તે સાબરમતી- આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ ગણાશે.

તા. 16 અને 17 નવેમ્બર દરમિયાન જોધપુર-સાબરમતી રૂટ પર મુસાફરી કરતા લોકોએ વિશેષ ધ્યાન આપવું. વિલંબ અને આંશિક રદ્દીકરણના કારણે મુસાફરીના સમયમાં ફેરફાર થઈ શકે છે. મુસાફરી શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનનો નવો સમય અને સ્થિતિ અવશ્ય તપાસી લેવી.

આ પણ વાંચો…મધ્ય રેલવેએ CSMT-કર્જત/કસારા કોરિડોરમાં ટૂંક સમયમાં દોડાવાશે 15 કોચની લોકલ ટ્રેન

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button