અમદાવાદ ડિવિઝનના રેલવે સ્ટેશનોને મળશે રેલ કોચ રેસ્ટોરાં, કેવી હશે સુવિધા?
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં રેલ કોચ રેસ્ટોરાં બનાવવા જઈ રહ્યું છે. પશ્ચિમ રેલવેમાં ખાસ કરીને અમદાવાદ ડિવિઝનના પ્રવાસીઓની સુવિધાઓને વધારવા માટે મહેસાણા, સાબરમતી, આંબલી રોડ, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં ‘રેલ કોચ રેસ્ટોરાં’ શરૂ કરવા જઈ રહ્યું છે. આ અનોખી સુવિધાઓમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારના ભોજનનો વિકલ્પ હશે,” જે બિન ઉપયોગી ટ્રેન કોચને સ્ટાઇલિશ, વ્હીલ-માઉન્ટેડ રેસ્ટોરાં રૂપાંતરિત કરશે.”
Also read : અમદાવાદ પોલીસ ખોવાયેલો ફોન QR Code થી શોધી આપશે, જાણો વિગત
અમદાવાદ ડિવિઝનના અધિકારીના જણાવ્યાનુસાર આ પહેલનો ઉદ્દેશ પ્રવાસીઓને વૈભવી કોચમાં સ્વાદિષ્ટ ભોજનનો અનુભવ પૂરો પાડવાનો પ્રયાસ કરવામાં આવશે. રેલવેના નવીન અભિગમના ભાગરૂપે જૂના કોચમાં અત્યાધુનિક ડિઝાઇન, એટેચ કિચનવાળી રેસ્ટોરાં હશે. રેલ કોચ રેસ્ટોરાંમાં ફૂડપ્રેમીઓને શ્રેષ્ઠ અનુભવ સુનિશ્ચિત કરાવનાર હશે. વધુમાં, સમગ્ર પર્યાવરણને અનુકૂળ વાતાવરણને વધારવા માટે બાળકો માટે એક ફન ઝોનનો પણ સમાવેશ કરવામાં આવશે.
રેલ કોચ રેસ્ટોરાં ચોવીસ કલાક કાર્યરત રહેશે, જે પ્રવાસીઓ અને શહેરના આસપાસના વિસ્તારોના રહેવાસીઓને ભોજન પૂરું પાડશે. આ ઉપરાંત, ટેક-અવે કાઉન્ટર્સ સુવિધા ઉમેરશે, જેનાથી મુસાફરો હરતા-ફરતાં ઝડપથી ઓર્ડર આપી શકશે.
Also read : ગુજરાત એસટીના કર્મચારીઓ માટે આનંદના સમાચાર; રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
આ રેસ્ટોરાં માટેના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર આમંત્રિત કરવામાં આવ્યા છે અને પાંચ આયોજિત સંસ્થાઓના એકંદર કોન્ટ્રાક્ટ મૂલ્યથી નોન-ફેર રેવન્યુ (NFR)માં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. અધિકારીએ વધુમાં કહ્યું હતું કે અમદાવાદ ડિવિઝનમાં પહેલાથી જ વધારાના ‘રેલ કોચ રેસ્ટોરાં પર કામ કરી રહ્યું છે અને નજીકના ભવિષ્યમાં આ નવીન સુવિધાઓને કાર્યરત કરવાની તકો શોધી રહ્યું છે. જોકે, બિનઉપયોગી કોચને વાયબ્રન્ટ, સંપૂર્ણ રીતે કાર્યરત રેસ્ટોરાંમાં પરિવર્તિત કરીને અમદાવાદ ડિવિઝનના પ્રવાસીઓને સેવાઓમાં લાવવામાં આવશે.