પ્રવાસીઓ માટે રાહત: અમદાવાદ સ્ટેશને અમુક ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ કરાયા | મુંબઈ સમાચાર
અમદાવાદ

પ્રવાસીઓ માટે રાહત: અમદાવાદ સ્ટેશને અમુક ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ કરાયા

અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલા રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પુનઃવિકાસ કાર્યને કારણે, કેટલીક ટ્રેનોના ટર્મિનલને અમદાવાદથી અસ્થાયી રૂપે મણિનગર, વટવા અને અસારવા સ્ટેશનો પર શિફ્ટ કરવામા આવ્યા હતા.

હવે આમાંથી કેટલીક મુખ્ય ટ્રેનો ફરીથી અમદાવાદ સ્ટેશનથી સંચાલિત કરવામાં આવી રહી છે, જ્યારે કેટલીક ટ્રેનોનું સ્ટોપેજ આગામી કેટલાક દિવસો સુધી સાબરમતી સ્ટેશન પર યથાવત રહેશે.

અમદાવાદ સ્ટેશન પરથી પ્રસ્થાન-આગમન કરશે આ ટ્રેન

અમદાવાદ – એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ, એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ – અમદાવાદ નવજીવન એક્સપ્રેસ, અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ, અમદાવાદ – વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર આગમન /પ્રસ્થાન કરશે. જ્યારે મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ મણીનગરથી પ્રસ્થાન કરશે.

આ ટ્રેનોના સાબરમતી સ્ટોપેજ રહેશે યથાવત

આ સિવાય જોધપુર – બાંદ્રા ટર્મિનસ સૂર્યનગરી એક્સપ્રેસ, જોધપુર-હડપસર સુપરફાસ્ટ એક્સપ્રેસ, હડપસર – જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ, ચંડીગઢ – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ, હિસાર – સિકંદરરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ, જોધપુર – ચેન્નાઈ એગ્મોર એક્સપ્રેસ, હિસાર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ, બાડમેર – બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ, શ્રીગંગાનગર – હજૂર સાહેબ નાંદેડ એક્સપ્રેસ, શ્રીગંગાનગર- બાંદ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ, લાલગઢ – દાદર રણકપુર એક્સપ્રેસ, ભુજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ, ભુજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ,ભગત કી કોઠી – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ,અજમેર-પૂરી સુપરફાસ્ટ એક્સપ્રેસ, ભગત કી કોઠી – વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ – શ્રીગંગાનગર અરાવલી એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી હમસફર એક્સપ્રેસ,પોરબંદર –દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ યથાવત રહેશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button