
અમદાવાદ : ગુજરાતના અમદાવાદમા આજથી બે દિવસીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ થયું છે. આ અધિવેશનમા પ્રથમ દિવસે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમા કોંગ્રેસ નેતા અને સાંસદ અને રાહુલ ગાંધી પક્ષની રણનીતિ અને સામાજિક સમીકરણો પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
ઓબીસી સમુદાય આપણાથી દૂર થઇ ગયો
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ કહ્યું, ‘આપણે દલિત, મુસ્લિમ અને બ્રાહ્મણમાં ફસાયેલા રહ્યા અને આ દરમિયાન ઓબીસી સમુદાય આપણાથી દૂર થઇ ગયો છે. તેમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસ લઘુમતીઓ ખાસ કરીને મુસ્લિમ સમુદાય વિશે વાત કરે છે ત્યારે તેની ટીકા થાય છે. પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી. પાર્ટીએ આવા મુદ્દાઓ ઉઠાવવા જોઈએ અને ડર્યા વિના પોતાના વિચારો વ્યક્ત કરવા જોઈએ.
આ પણ વાંચો: ‘RSSની વિચારધારા ગાંધી અને આંબેડકર વિરોધી’ અમદાવાદ અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગેનું સંબોધન
ખડગેએ મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરીને પોતાના ભાષણની શરૂઆત કરી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના સંબોધનથી વર્કિંગ કમિટીની શરૂઆત થઈ. કોંગ્રેસ અધ્યક્ષે રાષ્ટ્રપિતાનો ઉલ્લેખ કરીને પોતાના ભાષણની શરૂઆત કરી અને કહ્યું કે આ વર્ષ મહાત્મા ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બનવાની શતાબ્દી છે.
અધિવેશનની શરૂઆતમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સંબોધન આપ્યું હતું. તેમને કહ્યુંકે આ વર્ષ મહાત્મા ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બનવાની શતાબ્દી છે. ડિસેમ્બર 1924માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમના ગૃહ રાજ્ય કર્ણાટકમાં બેલાગવી કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતાં. 26 ડિસેમ્બરે કર્ણાટકમાં આ શતાબ્દી ઉજવી.
ગુજરાત મહાપુરુષોની ભૂમિ
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કહ્યું, ગુજરાતની ભૂમિ પર જન્મેલા ત્રણ મહાનુભાવોએ કોંગ્રેસનું નામ વિશ્વભરમાં જાણીતું કર્યું, દાદાભાઈ નૌરોજી, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ- આપણી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રહ્યા હતાં. ગાંધીજીએ આપણને અન્યાય સામે સત્ય અને અહિંસાનું શસ્ત્ર આપ્યું. આ એટલું મજબૂત વૈચારિક શસ્ત્ર છે કે કોઈ પણ શક્તિ તેની સામે ટકી શકતી નથી.