Ahmedabad માં 2036 ઓલિમ્પિકના આયોજન માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીઓ પૂરજોશમાં…

અમદાવાદઃ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં. તેમણે રાજકોટની મુલાકાત દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે 2036માં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે તૈયારી દર્શાવી છે. આ ઓલિમ્પિક માટે હાલ 2025માં બીડ કરવા માટે લેટર ઓફ ઇન્ટરેસ્ટ આપવાનો હતો જે ભારત દ્વારા મોકલી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં(Ahmedabad)આ ગેમ્સનું આયોજન કરવા વિચારણા હોવાથી હાલ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ઝડપથી થઈ રહ્યું છે.

Also read : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ Dholavira વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લીધી…
ભારતે લેટર ઓફ ઇન્ટરેસ્ટ મોકલ્યો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી 2036નાં ઓલિમ્પિક માટે હાલ 2025માં બીડ કરવા માટે લેટર ઓફ ઇન્ટરેસ્ટ આપવાનો હતો જે ભારત દ્વારા મોકલી દેવામાં આવ્યો છે. કતાર, ઇન્ડોનેશિયા અને ટર્કી સહિત જુદા-જુદા દેશોએ પણ આ લેટર આપીને પોતાનો રસ બતાવ્યો છે. હવે તબક્કાવાર તેનું હિયરિંગ કરવામાં આવશે અને તેના આધારે ઓલિમ્પિક ગેમ્સ કયા દેશમાં યોજવી તેનો નિર્ણય લેવામાં આવશે.
Also read : Project Lion: ગુજરાતમાં એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 2900 કરોડનો પ્રોજેક્ટ લાયન કાર્યરત…
સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યું
તેમણે ઉમેર્યુ હતું કે, અમદાવાદમાં ઓલિમ્પિકનું આયોજન કરવાની વિચારણા હોવાથી સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં નેશનલ લેવલની જુદી-જુદી ટુર્નામેન્ટનાં આયોજન પણ વધારવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં જે ફેસિલિટી છે, તેવી ઇન્ટરનેશનલ કક્ષાની ફેસિલિટી સાથેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અન્ય શહેરોમાં પણ ઉભું કરવામાં આવશે. હાલ જે કોઈપણ સ્પોર્ટ્સને લગતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થાય છે તે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને કરાય છે.