Ahmedabad: થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને શહેર પોલીસનો એકશન પ્લાન
અમદાવાદ: 31 ડિસેમ્બરને લઈને સમગ્ર રાજ્યમાં ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે અને લીસ્ટેડ બુટલેગરો સામે વધુમાં વધુ કેસ કરવાની સૂચના આપવામાં આવી છે.
શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઇવ
સમગ્ર રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણીને સમગ્ર રાજ્યમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને શહેર પોલીસ સજ્જ બનીને એકશન પ્લાન તૈયાર કર્યો છે. પોલીસને અત્યાર સુધી 31 ડિસેમ્બર ઉજવણી માટે 16 અરજી મળી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
બુટલેગરો સામે કેસ કરવાની સૂચના
પોલીસના એક્શન પ્લાનમાં 31 ડિસેમ્બરનાં લીસ્ટેડ બુટલેગરો સામે વધુમાં વધુ કેસ કરવાની સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત શહેરની મહત્વની જગ્યાઓ પર નાકા પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. આ સમય દરમિયાન 500 થી વધુ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરીને ચાંપતી નજર રાખવામાં આવશે. ડ્રિંક કરેલા લોકોને ઓળખી કાઢવા માટે પોલીસ કર્મીઓને 300 જેટલા બ્રેથ એનીલાઈઝર આપવામાં આવશે.
આ પણ વાંચો : 1 જાન્યુઆરી 2025થી અમદાવાદથી ઉપડતી આ ટ્રેનોના બદલાશે સમય, જુઓ લિસ્ટ
આ વિસ્તાર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત
પોલીસનાં એક્શન પ્લાન અનુસાર શહેરની મહત્વની જગ્યાઓ કે જ્યાં ભીડ થવાની શક્યતાઓ છે ત્યાં ખાસ પોલીસની ટીમને તૈનાત કરવામાં આવશે. શહેરની મહત્વની જગ્યાઓ પર નાકા પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. શહેરનાં CG રોડ, SG હાઈવે, રિવરફ્રન્ટ, સિંધુ ભવન રોડ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે.