શોકિંગઃ અમદાવાદમાં એઈડ્સથી પીડાતા યુવાને 12 યુવતીને પ્રેમજાળમાં ફસાવી, સગીરાને લઈને પણ થયો હતો ફરાર
![Abhayam team rescued wife had reached suicide with her four daughters in Bhuj](/wp-content/uploads/2024/09/Gujarat-Police.webp)
અમદાવાદઃ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે, જેમાં 10 વર્ષથી એઇડ્સથી (AIDS) પીડાતા એક વ્યક્તિએ 12 વર્ષમાં છ અલગ અલગ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેમનું શોષણ કર્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે એઇડ્સથી સંક્રમિત યુવકની ધરપકડ કરી હતી. યુવકને તે એઇડ્સથી પીડાતો હોવાની જાણ છતાં એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને 10 મહિના પહેલા ફરાર થઈ ગયો હતો. ક્રાઇમ બ્રાંચ મુજબ 10 વર્ષથી એઇડ્સથી પીડાતા યુવકે 12 વર્ષમાં અલગ અલગ સમયે છથી વધુ યુવતીને પ્રેમમાં ફસાવી તેમનું શોષણ કર્યું હતું.
આ પણ વાંચો: World AIDS Day 2024: ગુજરાતમાં એઇડસના સંક્રમણમાં થયો આટલો ઘટાડો, જાણો નવા વર્ષની જાગરૂકતા થીમ
અસારવામાં 22મી માર્ચે સગીરા થઈ અચાનક ગાયબ
પોલીસે જણાવ્યું કે, અમદાવાદના અસારવામાં 22 માર્ચ, 2024ના દિવસે તેમના પરિવાર સાથે એક સામાજિક કાર્યક્રમમાં ગયેલી સગીરા રાત્રે 8 વાગ્યે અચાનક લાપતા બની હતી. જેને લઈ તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્રણ મહિના સુધી કોઈ ભાળ નહીં મળતાં કેસ એફ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ દરમિયાન સગીરાના પિતાએ હાઇ કોર્ટમાં હેબિયસ કૉર્પસ દાખલ કરી હતી.
આરોપી 10 વર્ષથી એઇડ્સની બીમારીથી પીડાતો હતો
પોલીસે તપાસ દરમિયાન સગીરાને મધ્ય પ્રદેશના અનૂપપુર જિલ્લાના કોતમાથી શોધી કાઢી હતી. સગીરાને લઈ ફરાર થયેલા યુવકને અમદાવાદ ક્રાઇમ બ્રાંચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી. ક્રાઇમ બ્રાંચ મુજબ, આરોપી 10 વર્ષથી એઇડ્સથી પીડાતો હતો. 12 વર્ષ દરમિયાન અલગ અલગ સમયે 6 યુવતીને પ્રેમજાળામાં ફસાવીને તેમનું શોષણ કર્યું હતું.
લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરીને પ્રેમમાં ફસાવતો હતો
ક્રાઇમ બ્રાંચના અધિકારીએ જણાવ્યું કે સગીરાના પિતા અને આરોપી નજીક-નજીકમાં વ્યવસાય કરતા હતા. આ રીતે આરોપીએ પરિવાર સાથે સંબંધ વધાર્યા હતા. જે બાદ સગીરાને પ્રભાવિત કરવા તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરીને પ્રેમમાં ફસાવી હતી. આરોપી 22 માર્ચ, 2024ના રોજ તેને ભગાડીને લઈ ગયો હતો. જેમાં તેની માતા અને ભાઇ પણ સામેલ હતા. સગીરાને જ્યાં રાખવામાં આવી હતી ત્યાં તેને જમવાનું પહોંચાડવામાં આવતું હતું. કોઇને આ અંગે જાણ ન થાય તે માટે બહારથી તાળું મારવામાં આવતું હતું.
આરોપીના વકીલે તેને સગીરા જ્યાં સુધી પુખ્ત ન થઈ જાય ત્યાં સુધી ફરાર થઈ જવાની સલાહ આપી હતી. વકીલની સલાહ બાદ આરોપી સગીરાને લઈ સુરત, ઔરંગાબાદ, બીડ, હૈદરાબાદ, નાગપુર અને છત્તીસગઢના બિલાસપુર લઈ આવ્યો હતો. જ્યાં આરોપી તેના કાકાના ઘરે રોકાયા હતા. આરોપીને તેની ફોઇના પુત્રએ ભાડાનું મકાન અપાવ્યું હતું. જ્યાંથી તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા