અમદાવાદમાં પોલીસે 5. 81 લાખ રૂપિયા એમડી ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ કરી | મુંબઈ સમાચાર

અમદાવાદમાં પોલીસે 5. 81 લાખ રૂપિયા એમડી ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ કરી

અમદાવાદ: અમદાવાદ શહેરમાં પોલીસની એસઓજી ટીમે કારને ટક્કર મારીને ભાગી રહેલા યુવકને આશ્રમ રોડથી ઝડપ્યો હતો. જયારે તેની તલાશી લેવામાં આવી ત્યારે તેની પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસની એસઓજી ટીમે તેની પાસેથી 58 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ ઝડપ્યું હતું. જેની કિંમત આશરે 5. 81 લાખ રૂપિયા થવા જાય છે.

એસઓજીની ટીમને માહિતી મળી હતી

એસઓજીએ ઝડપેલા આરોપીનું નામ હમઝા ઉર્ફે મુલ્લા શેખ છે. જે અમદાવાદના બહેરામપુરાનો નિવાસી છે. તેની પર એમડી ડ્રગ્સના ગેરકાયદે સપ્લાયનો આરોપ છે. આ અંગે એસઓજીની ટીમને માહિતી મળી હતી કે આરોપી આશ્રમ રોડ પર આઈસીઆઈસીઆઈ બેંક નજીકથી પસાર થવાનો છે.

બાઈકને ટક્કર મારીને ભાગવાનો પ્રયાસ કર્યો

જેના આધારે પોલીસે આ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જયારે આરોપી આ દરમિયાન કાર લઈને નીકળ્યો હતો. ત્યારે પોલીસની ટીમે તેની કાર આગળ બાઈક ઉભી કરી દીધી હતી .તેમજ પોલીસે પરિચય આપીને તેને નીચે ઉતરવા જણાવ્યું હતું. જોકે, આરોપીએ કારથી બાઈકને ટક્કર મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેને દબોચી લીધો હતો

આ પણ વાંચો…થાણેમાં 3.39 કરોડ રૂપિયાનું ડ્રગ્સ વેચવા આવેલો ડ્રાઇવર પકડાયો…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button