અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદ પોલીસમાં બદલીઓનો દોર યથાવત; વધુ 38 પોલીસકર્મીની આંતરિક બદલી…

અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં પોલીસ બેડામાં મોટી આંતરીક બદલીની જાહેરાત કરવામાં આવી છે. 38 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. અચાનક બદલીઓના કારણે શહેર પોલીસ બેડામાં ખળભળાટ શરૂ થઇ ગયો છે.

38 પોલીસકર્મીઓની આંતરિક બદલી

મળતી વિગતો અનુસાર શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા શહેરમાં 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે. 38 પોલીસકર્મીઓની ક્રાઇમ અને ટ્રાફિક વિભાગમાં બદલી કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી પોલીસબેડામાં ખળભળાટ શરૂ થઇ ગયો છે.

પોલીસ કમિશનરે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 29 હેડ કોન્સ્ટેબલની ક્રાઇમ વિભાગમાં બદલી કરી છે. જ્યારે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 9 પોલીસકર્મીની ટ્રાફિક વિભાગમાં બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો :Gujarat Weather:રવિવારથી રાજ્યમાં ફરી ઊંચકાશે તાપમાનનો પારો, અંબાલાલે કરી છે આવી આગાહી…

થોડા દિવસો પહેલા જ થઈ હતી મોટી બદલી

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ વસ્ત્રાલમાંમાં અસામાજિક તત્વોનાં આતંકની ઘટના બાદ અમદાવાદ પોલીસની કામગીરી સામે ગંભીર પ્રક્ષો ખડા થયા હતા. ત્યારબાદ પોલીસ વિભાગમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા 440 જેટલા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની આંતરિક બદલી કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button