અમદાવાદ પ્લેન ક્રેશઃ પ્લેન ક્રેશ પહેલાં જ બ્રિટીશ નાગરિકે શેર કરેલો વીડિયો થયો વાઈરલ, જોઈને આંખો ભરાઈ આવશે… | મુંબઈ સમાચાર
અમદાવાદઇન્ટરનેશનલ

અમદાવાદ પ્લેન ક્રેશઃ પ્લેન ક્રેશ પહેલાં જ બ્રિટીશ નાગરિકે શેર કરેલો વીડિયો થયો વાઈરલ, જોઈને આંખો ભરાઈ આવશે…

અમદાવાદમાં ગુરુવારે ખૂબ જ ભયાનક દુર્ઘટના સર્જાઈ જેમાં સેંકડો લોકોના મૃત્યુ થયા. એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ171 એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યાની મિનિટોમાં જ ક્રેશ થઈ ગઈ હતી. અમદાવાદથી લંડન જઈ રહેલી આ ફ્લાઈટમાં 242 લોકો સવાર હતા. પરંતુ આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક બ્રિટીશ પ્રવાસી જેમી રે મીકનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જેમી ભારતને અલવિદા કહી રહ્યો હતો અને એની થોડીક ક્ષણો બાદ આ દુર્ઘટના સર્જાઈ હતી.

જેમી રે મીક એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એઆઈ171માં સવારે 53 બ્રિટીશ નાગરિકોમાંથી એક હતા. આ ફ્લાઈટમાં 169 ભારતીય નાગરિકો, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન સિટીઝન પ્રવાસ કરી રહ્યા હતા. જેમી એ ફ્લાઈટમાં ચઢતાં પહેલાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે ખૂબ જ ખુશ-ખુશહાલ દેખાઈ રહ્યો હતો.

https://twitter.com/thePulseGlobal/status/1933104323401060455

વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જેમી ભારતને અલવિદા પણ કહેતો જોવા મળ્યો હતો. જેમીએ વીડિયોમાં જણાવ્યું હતું કે અમે એરપોર્ટ પર છીએ અને બસ બોર્ડિંગ કરીશું. ગુડબાય ઈન્ડિયા. લંડન માટે 10 કલાકની ફ્લાઈટ છે. ખુશીથી ખુશીથી, ખુશીથી શાંત થઈને પાછો ફરી રહ્યો છું, એવું પણ તેણે વીડિયોમાં આગળ જણાવ્યું હતું.

જેમીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને સેંકડો લોકો જોઈ ચૂક્યા છે અને તેના પર કમેન્ટ કરીને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

મળી રહેલી માહિતી અનુસાર ફ્લાઈટે ટેકઓફ કર્યું અને બે જ મિનિટમાં તે ક્રેશ થઈ ગયું હતું. પાઈલટે એટીસીને એક્સિડન્ટ પહેલાં મેડેકોલ કર્યો હતો, પરંતુ બાદમાં જ્યારે જવાબી કોલ કરવામાં આવ્યો ત્યારે કોઈ રિસ્પોન્સ મળ્યો નહોતો. એર ઈન્ડિયાએ આ બાબતે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે આ દુર્ઘટના બાબતે જેવી કોઈ માહિતી મળશે કે તે શેર કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાને હૃદયદ્રાવક ગણાવી હતી.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button