અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ બ્રિટિશ મૃતકોના પરિવારજનોએ કર્યો ચોંકાવનારો દાવો, વાંચીને ચોંકી જશો...

અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ બ્રિટિશ મૃતકોના પરિવારજનોએ કર્યો ચોંકાવનારો દાવો, વાંચીને ચોંકી જશો…

અમદાવાદ/લંડનઃ અમદાવાદમાં 12 જુલાઈએ એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં વિમાનમાં સવાર 53 બ્રિટિશ નાગરિક સહિત 241 મુસાફર સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. વિમાન બી. જે. મેડિકલ હોસ્ટેલની ઈમારત સાથે ટકરાયું હતું અને ક્રેશ થતાં જ આગના ગોળામાં ફેરવાયું હતું. મુસાફરો ભડથું થઈ ગયા હોવાથી તેમની ઓળખ ડીએનએ દ્વારા કરવામાં આવી હતી.

આ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા બ્રિટનના નાગરિકોના પરિવારોએ ચોંકાવનારો દાવો કર્યો છે. મૃતકોના પરિવારના વકીલે દાવો કર્યો કે પીડિત પરિવારનો ખોટા મૃતદેહ મળ્યા છે. લંડનમાં રહેતા પીડિતોના પરિવારનું પ્રતિનિધિત્વ કરતાં વકીલો મુજબ મૃતકોના શરીર (અંગ/અવશેષો)ની ખોટી ઓળખ કરીને તેને બ્રિટન મોકલવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે.

વકીલોના જણાવ્યા મુજબ લંડનમાં મૃતકોના અવશેષોના ડીએનએ મેચ કરવાની ઓળખવિધિ દરમિયાન આ ખુલાસો થયો હતો. વકીલોએ કહ્યું એક પરિવારને અંતિમસંસ્કારનો કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો હતો. કોફિનમાં તેમના પરિવારનો નહીં, પરંતુ અજાણી વ્યક્તિનો મૃતદેહ હોવાનું જાણીને તેઓ પણ ચોંકી ગયા હતા.

અન્ય એક પીડિત પરિવારે કહ્યું હતું કે મૃતકોના અવશેષો એક અન્ય મુસાફરના અવશેષો સાથે મિક્સ કરીને મળ્યા હતા. બંનેના અવશેષ એક જ કોફિનમાં હતા. પરિવારે અંતિમવિધિ પહેલા બંનેના અવશેષો અલગ કર્યા હતા.

વકીલના કહેવા મુજબ ખોટા અવશેષો મળવાથી પરિવારો ખૂબ પરેશાન છે. જ્યારે એક પરિવારને ખબર પડી કે ખોટા અવશેષો મળ્યા છે, જે બાદ તેને એમને એમ છોડી દેવામાં આવ્યું હતું. વકીલોએ કહ્યું, અમે અમદાવાદ દુર્ઘટનામાં મુસાફરોના મૃતદેહો કેવી રીતે મળ્યા અને તેમની કેવી રીતે ઓળખ કરવામાં આવી તેની વિગતવાર માહિતી મેળવવા પર કામ કરી રહ્યા છીએ.

Back to top button