અમદાવાદ પ્લેન ક્રેશ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનવણી, કોર્ટે કહ્યું પાયલોટને જવાબદાર ઠેરવવા દુર્ભાગ્યપૂર્ણ બાબત

નવી દિલ્હી : અમદાવાદમાં 12 જુન 2025ના રોજ સર્જાયેલ પ્લેન ક્રેશ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અકસ્માત માટે વિમાનના પાયલોટને જવાબદાર ગણાવવાની વાત દુર્ભાગ્યપૂર્ણ છે. આ અંગે જજે જણાવ્યું કે નિષ્પક્ષ તપાસ જરૂરી છે. પરંતુ અરજીકર્તા આટલી બાબતો જાહેર કરવાની માંગ કેમ કરી રહ્યા છે. ત્યારે અરજીકર્તાના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે એફડીઆર દરેક ભૂલનો રેકોર્ડ રાખે છે તેથી તેની માંગ કરવામાં આવી છે. ત્યારે જજે સ્પષ્ટ કર્યું હતું કે હાલના સમયના આ ડેટા જાહેર કરવા યોગ્ય નથી
કોર્ટે નારાજગી વ્યકત કરી
આ અંગે સુપ્રીમ કોર્ટમાં સેફટી મેટર્સ ફાઉન્ડેશન નામની એનજીઓએ જાહેર હિતની અરજી દાખલ કરી છે. જેમના વતી
વકીલ પ્રશાંત ભૂષણ કેસ લડી રહ્યા છે. આ સંસ્થા ભારતમાં એવિએશન સેફટી માટે કાર્ય કરે છે. જોકે, અદાલતે પ્લેન ક્રેશની તમામ વિગતો જાહેર કરવા અંગે કોર્ટે નારાજગી વ્યકત કરી હતી. જેમાં રેકોર્ડ ફોલ્ટ મેસેજ અને ટેક્નીકલ એડવાઈઝરી પણ સામેલ છે.
કોર્ટે સરકાર પાસે માત્ર સીમિત મુદ્દા પર જવાબ માંગ્યા
આ અંગે જજ સૂર્યકાંતે જણાવ્યું કે, માહિતીને અલગ અલગ જાહેર કરવાના બદલે તેની ગુપ્તતા ત્યાં સુધી જળવાઈ રહેવી જોઈએ જ્યાં સુધી તાર્કિક તપાસ પૂર્ણ ન થાય. સુપ્રીમ કોર્ટે આ અરજી બાદ ડીજીસીએ અને અન્ય પક્ષકારોને નોટીસ ઇસ્યુ કરી છે. તેમજ કહ્યું કે માત્ર પાયલોટને જવાબદાર ગણી લેવા દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. તેથી કોર્ટે સરકાર પાસે માત્ર સીમિત મુદ્દા પર જવાબ માંગ્યા છે. જેમાં તપાસ સાચી દિશા અને નિષ્પક્ષ રીતે થઈ રહી છે કે નહી.
બોઇંગ વિમાનમાં મુસાફરી કરતા મુસાફરો હજુ પણ જોખમમાં
જયારે એનજીઓના વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે, આ અકસ્માતને 100 થી વધુ દિવસ વીતી ગયો છે. પરતું માત્ર પ્રારંભિક અહેવાલ જ બહાર પાડવામાં આવ્યો છે. તે ન તો સ્પષ્ટપણે કારણો સમજાવે છે કે ન તો ભવિષ્યની સાવચેતીઓની રૂપરેખા આપે છે. જેના લીધે બોઇંગ વિમાનમાં મુસાફરી કરતા મુસાફરો હજુ પણ જોખમમાં છે.
અમદાવાદ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયું હતું
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ પરથી 12 જુનના રોજ્ લંડન જઈ રહેલું પ્લેન ઉડાણ ભર્યાની ગણતરીની સેકન્ડોમાં જ ક્રેશ થયું હતું. જેમાં એક યાત્રી સિવાય પ્લેનના સવાર તમામ યાત્રીઓના મોત થયા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના સંબંધિત અરજી પર સુનાવણી કરી રહી છે. અરજદારના વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે આ એક મહત્વપૂર્ણ અરજી છે કારણ કે આ અકસ્માતમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા.
આપણ વાંચો: ભારત અને અમેરિકાના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક, ટેરિફ વિવાદ અંગે ચર્ચાની શકયતા