અમદાવાદ પ્લેન ક્રેશઃ તમામ યાત્રીઓના મૃત્યુના દુઃખદ સમાચાર, ડેથટોલ વધી શકે છે | મુંબઈ સમાચાર

અમદાવાદ પ્લેન ક્રેશઃ તમામ યાત્રીઓના મૃત્યુના દુઃખદ સમાચાર, ડેથટોલ વધી શકે છે

અમદાવાદઃ અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના પ્લેનમાં સવાર તમામ 242 યાત્રીના મોતના અત્યંત દુઃખદ સમાચાર આવ્યા છે. મીડિયા એજન્સીઓના હવાલાથી મળેલી ખબર અનુસાર પ્લેનમાં બેસી લંડન જઈ રહેલા તમામ યાત્રીઓના મૃત્યુ થયા છે. આ ખબર બિનસત્તાવાર છે, પરંતુ એજન્સીએ અમદાવાદ પોલીસના સૂત્રો પાસેથી માહિતી મળી હોવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચો -‏‏‎ Plane Crash: રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ સંવેદના વ્યક્ત કરી, સોનિયા ગાંધીએ…

આ સાથે બિનસત્તાવાર રીતે મોતનો આંકડો 315થી વધારે હોવાનું પણ જાણવા મળ્યું છે. 242 યાત્રીઓ ઉપરાંત અન્ય 75 મતૃદેહ મળ્યાની માહિતી પણ મળી છે. આ પ્લેન અમદાવાદની બી જે મેડિકલ કૉલેજની હોસ્ટેલ પર પડ્યું હતું અને હૉસ્ટેલમાં રહેતા રેસિડેન્ટ ડોક્ટરો અને તેમના પરિવારની પણ મોટી જાનહાનિ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઈમારતમાં 94 ફ્લેટ્સ છે અને તેમાં લગભગ 200 જેટલા સ્ટાફ મેમ્બર રહેતા હોવાના સમાચાર છે. હાલમાં અન્ય 40 ઈજાગ્રસ્તને સારવાર આપવામાં આવી રહી છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button