અમદાવાદ પ્લેન ક્રેશ: ઉમદા સ્વભાવના કો-પાયલટ ક્લાઇવ કુંદરને મિત્રોએ શ્રદ્ધાંજલિ આપી | મુંબઈ સમાચાર

અમદાવાદ પ્લેન ક્રેશ: ઉમદા સ્વભાવના કો-પાયલટ ક્લાઇવ કુંદરને મિત્રોએ શ્રદ્ધાંજલિ આપી

મુંબઈ: એર ઇન્ડિયા અમદાવાદ-લંડન ફ્લાઇટના કો-પાયલટ ક્લાઇવ કુંદરના મિત્રો તેમને સ્નેહપૂર્વક ઉમદા સ્વભાવની વ્યક્તિ અને સ્પોર્ટ્સના શોખીન જીવ તરીકે સંભારે છે. ગુરુવારે અમદવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં કુંદરના અવસાનથી તેમના મિત્રો હચમચી ગયા છે.

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ટેકઓફ કરનાર વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં 12 ક્રૂ મેમ્બર્સનો પણ સમાવેશ છે. ટીવી પર આવતા પ્લેન ક્રેશના સમાચારો કુંદરના મિત્રોને અસ્વસ્થ કરી રહ્યા છે.

કો – પાયલટના એક મિત્રે જણાવ્યું હતું કે ક્લાઇવ અને તેનો પરિવાર પહેલા સાંતાક્રૂઝના કલિના વિસ્તારમાં રહેતો હતો. ત્યાંથી તેઓ બોરીવલીને ત્યાર બાદ ગોરેગાંવ શિફ્ટ થયા હતા.

જેરોમ એપાર્ટમેન્ટના કુંદરના પાડોશી ફ્લોયડ ડિસોઝાએ જણાવ્યું હતું કે ક્લાઇવે પાયલટ બનવાનું સપનું સાકાર કરતા પહેલા એરોનોટિકલ એન્જિનિયર તરીકે એક વર્ષ કામ કર્યું હતું. તે અને તેના પરિવારના સભ્યો ઉમદા સ્વભાવના લોકો હતા.

એક કોમન ફ્રેન્ડે મને અમદાવાદ પ્લેન ક્રેશ અને ક્લાઇવની વાત કરવા માટે ફોન કર્યો ત્યારે મને આઘાત લાગ્યો હતો. હવે એની સ્મૃતિઓ અમને પજવતી રહેશે.’

આ પણ વાંચો -‏‏‎ કોઈકનો દીકરો તો કોઈકની માતાઃ હવે સ્વજનોના મૃત ચહેરા જોવા…

ઓસ્ટ્રેલિયામાં કામ કરતી ક્લાઇવની બહેન અન્ય સગા-સંબંધીઓ સાથે ટૂંક સમયમાં જ અમદાવાદ આવશે એમ એક અન્ય મિત્રએ માહિતી આપી હતી. પીટીઆઈ

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »
Back to top button