
અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ગુરુવારે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાથી પ્લેનમાં મુસાફરી કરી રહેલા 242 પૈકી 241નાં મોત થયા હતા. ભારતના એરક્રાફ્ટ એક્સિડેંટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરોએ વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ કરી છે. અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અને બ્રિટનના એયર એક્સિડેંટ્સ ઈન્વેસ્ટિગેશન બ્રાંચ તપાસમાં મદદ કરી રહ્યા છે. અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તેની પાછળ કેટલાક કારણો જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
પ્લેન ક્રેશ માટે આ છ કારણો જવાબદાર હતા?
- વિશ્વની સૌથી સુરક્ષિત ગણાતી ડ્રીમલાઈનર બોઈંગ 787-8 અમદાવાદથી ઉડાન ભર્યાના ગણતરીની મિનિટોમાં જ કેમ તૂટી પડી?
- શું વિમાનના બંને એન્જિન એક સાથે ફેલ થઈ ગયા હતા?
- શું એન્જિનમાં ફ્યુલ પહોંચતું નહોતું?
- શું ઈલેક્ટ્રિક ખામી આવી હતી?
- શું પક્ષી અથડાયું હતું?
- શું વધારે ગરમી અને વધારે વજન જેવા કારણો પણ હોઈ શકે છે?
અમદાવાદમાં ગુરુવારે થયેલા પ્લેન ક્રેશમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં 241 લોકો પ્લેનમાં સવાર હતા, જ્યારે અન્ય 24 સ્થાનિકો ક્રેશનો ભોગ બન્યા હતાં. એર ઈન્ડિયાનું આ વિમાન 11 વર્ષ જૂનુ હતું. જે ટેકઓફની થોડી જ સેંકડમાં ધડાકાભેર બી જે મેડિકલની હોસ્ટેલમાં અથડાયું હતું. તેની આસપાસની ઈમારતોમાં પણ નુકસાન થયુ હતું. વિમાનનું બ્લેક બોક્સ આજે કાટમાળમાંથી મળી આવ્યું છે. જેના પરથી દુર્ઘટનાનું કારણ જાણવામાં મદદ મળશે.
આપણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ: રાજ્ય સરકારની યુદ્ધના ધોરણે બચાવ-રાહત કામગીરી, પીએમ-ગૃહ પ્રધાન દ્વારા સતત દેખરેખ