અમદાવાદ પોલીસ બેડામાં શોકનો માહોલ, PIનું હડકવાથી મોત

અમદાવાદઃ શહેર પોલીસ બેડામાં પ્રથમ નવરાત્રીએ જ શોકનો માહોલ છવાયો હતો. પીઆઇનું હડકવાથી મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે,
અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ માંજરિયાને થોડા સમય પહેલાં તેમના પાલતુ શ્વાનનો નખ વાગવાથી હડકવા થયો હતો, જે બાદ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ અચાનક નિધનથી તેમના પરિવાર અને સમગ્ર અમદાવાદ પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ હતી.
શહેરમાં પોલીસ કંટ્રોલ રૂમમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા વનરાજ માંજરિયાને થોડા સમય અગાઉ પાલતુ શ્વાનના નખ વાગવાથી હડકવા થયો હતો.પીઆઇને હડકવા થતા સારવાર ચાલી રહી હતી. અમદાવાદ શહેર પોલીસ દ્વારા પીઆઇ મંજરીયાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
શ્વાન કરડે કે નખ મારે તેને હળવાશથી ન લેવું જોઈએ. તેની માટે કેટલાક પગલાં લેવા જોઈએ. સૌ પ્રથમ કરડેલા ભાગને સાબુ અને પાણીથી સારી રીતે ધોઈ લો. જો ઘા ઊંડો ન હોય તો તેને 10-15 મિનિટ સુધી વહેતા પાણી નીચે રાખો. આનાથી ચેપનું જોખમ ઓછું થાય છે.
આ ઉપરાંત જો લોહી નીકળતું હોય, તો તે ભાગ પર સ્વચ્છ કપડું કે પટ્ટી બાંધીને દબાણ આપો. ભલે ઘા નાનો હોય, તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. ડૉક્ટર ઘાની ગંભીરતા જોઈને યોગ્ય સારવાર અને જરૂરી રસીઓ (જેમ કે ટિટાનસ અને રેબીઝની રસી) આપશે.
કયા સંજોગોમાં તાત્કાલિક તબીબી મદદ લેવી?
જો ઘા ઊંડો કે મોટો હોય.
જો લોહી બંધ ન થતું હોય.
જો કૂતરો અજાણ્યો હોય અને રખડતો હોય.
જો કૂતરાને રેબીઝના લક્ષણો હોય (જેમ કે અસામાન્ય વર્તન, મોઢામાંથી ફીણ નીકળવું).
જો ઘા ચહેરા, ગરદન, હાથ કે પગના સાંધા પર હોય.
જો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય.
આ પણ વાંચો…ભાવનગરમાં એક માસમાં 1,084 લોકોને રખડતા શ્વાને બચકાં ભર્યા, જાણો શું કરશો-શું નહીં