અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રોંગસાઈડમાં ટ્રેલરે એક વ્યક્તિને અડફેટે લેતાં મોત…

અમદાવાદઃ અમદાવાદ શહેરના જુના વાડજ વિસ્તારમાં આવેલા એમટીએસ બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે રોંગ સાઈડમાં ટ્રેલર ચાલકે ટ્રેલર ચલાવીને આવ્યો હતો અને કોઈ અજાણ્યો રાહદારી ત્યાંથી પસાર થતો હતો ત્યારે તેને અડફેટે લેતા તેનું મૃત્યુ થયું હતું. આ મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
45 વર્ષનો એક વ્યક્તિ રોડ ઉપર મૃત હાલતમાં પડ્યો હતો
જુના વાડજ વિસ્તારમાં આવેલા એક રાહદારીએ રાત્રિના સમયે હાજર પોલીસ કર્મચારીને કહ્યું હતું કે આગળ એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત થયો છે જેથી પોલીસ કર્મચારી ત્યાં પહોંચ્યો હતો. તેમણે જોયું તો એક મોટું ટ્રેલર ત્યાં પડ્યું હતું અને આશરે 45 વર્ષનો એક વ્યક્તિ રોડ ઉપર મૃત હાલતમાં પડ્યો હતો.
બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી
જેમાં બ્રિજના મોટા સ્લેબ લઈ જતી ટ્રેલર ત્યાં પડેલી હતી રોંગ સાઈડમાં આ ટ્રેલર ચાલકે પોતાનું ટ્રેલર ચલાવી અને અજાણ્યા વ્યક્તિને અડફેટે લેતા તેનું મૃત્યુ થયું હતું. કોઈ પણ પ્રકારનું સેફ્ટીનું ધ્યાન રાખ્યા વિના આ રીતે અકસ્માત સર્જતા તેઓ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.



