અમદાવાદના પાલડીમાં ભઠ્ઠા નજીક યુવકની મોડી રાત્રે હત્યા, પોલીસે તપાસ શરુ કરી

અમદાવાદ : અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશન પાસે આવેલ ભઠ્ઠા ચાર રસ્તા પાસે એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ સવારે ૩.30 વાગ્યાની આસપાસ હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર નૈસલ ઠાકોર નામના યુવકને કારથી ટક્કર માર્યા બાદ છરીના ઘા મારવામાં આવ્યા હતા. હત્યારાઓ નંબર પ્લેટ વગરની કારમાં આવ્યા હતા. જેની બાદ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.
ગાડીની બહાર આવીને છરીના ઘા માર્યા હતા
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં નામચીન યુવક નૈસલ ઠાકોર અંજલી ફ્લાય ઓવરબ્રિજ નીચે પહોંચ્યો હતો. ત્યારે બીજી કારમાં આવેલા હત્યારાઓએ તેની કારને ટક્કર મારી હતી. તેમજ તેની બાદ ગાડીની બહાર આવીને છરીના ઘા માર્યા હતા . જેના લીધે નૈસલ ઠાકોર લોહી- લુહાણ થયો હતો. તેની બાદ હત્યારા ભાગી છુટ્યા હતા.
સીસીટીવી ફૂટેજ વગેરેના આધારે તપાસ
જયારે પોલીસને આ અંગે જાણ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જેની બાદ પાલડી પોલીસે સીસીટીવી ફૂટેજ વગેરેના આધારે તપાસ હાથ ધરી છે.
.આ પણ વાંચો…પટનામાં RJD નેતાની ગોળી મારી હત્યા; ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થા પર સવાલ…