અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે 133 ઇજનેરની ભરતી, જાણો વિગત

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેસનમાં ઇજનેરની ભરતી બહાર પડી છે. એએમસી દ્વારા આ ભરતી માટે 133 નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી હતી. શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નવી ભરતીઓમાં એડિશનલ ચીફ એન્જિનિયરની એક જગ્યાનો પણ સમાવેશ થાય છે.
શહેરનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે આ નવી નિમણૂકો ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે. આનાથી લાઇટ (વીજળી), પાણી, ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. સહિતના વિવિધ વિભાગોની કામગીરી સરળ બનાવવામાં મદદ મળશે.
મંજૂર કરાયેલી જગ્યાઓની વિગતો:
એડિશનલ ચીફ એન્જિનિયર: 1
ડેપ્યુટી સિટી એન્જિનિયર: 7
આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર: 14
આસિસ્ટન્ટ એન્જિનિયર્સ: 29
ટેકનિકલ સુપરવાઇઝર્સ: 82