અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ વહેલું રજૂ થશે, જાણો શું છે કારણ

અમદાવાદઃ રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે છે. સામાન્ય રીતે નગરપાલિકાઓના ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ થતા હોય છે પરંતુ આ વર્ષે ચૂંટણી હોવાથી એક મહિનો વહેલું બજેટ રજૂ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચૂંટણીના વર્ષ 2026-27ના બજેટમાં નાગરિકોને પોતાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા જોઈએ છે, તેના માટે સૂચન મંગાવવામાં આવ્યા હતા.
આપણ વાચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે 133 ઇજનેરની ભરતી, જાણો વિગત
શહેરીજનોને પુરી પાડવામાં આવતી વિવિધ પ્રજાલક્ષી સુવિધાઓ જેવી કે રોડ, ગટર, પાણી, લાઈટ, બાગ બગીચા, સફાઈ અને વિકાસનાં કામો વગેરે બાબતોના સૂચનો મંગાવવામાં આવ્યા હતા. શહેરીજનો ઇમેલથી પણ તેમના સૂચનો મોકલી શકશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચૂંટણીનું વર્ષ હોવાના કારણે ભાજપના સત્તાધીશો નાગરિકોના મત મેળવવા માટે દરેક વિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસના કામોની લહાણી કરશે. જે સૂચનો આવ્યા હશે, તેમાં મોટાભાગના સૂચનોને ધ્યાનમાં રાખીને આ વર્ષે બજેટ રજૂ કરવામાં આવશે.
આપણ વાચો: અમદાવાદના રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ વખત યોજશે ગરબા, શરતો પણ હશે
જો સૂચન મુજબ વિકાસ કાર્યો બજેટમાં નહીં ફરવાય તો પણ ચૂંટણીમાં નુકસાન થઈ શકે છે, જેના કારણે બજેટમાં મોટાભાગના સૂચનોનો સમાવેશ કરાય તેવી શક્યતા છે.
સૂત્રો મુજબ, દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાના વાર્ષિક બજેટમાં નાગરિકોને તેમના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓથી લઈને વિકાસના કામો માટે સૂચનો મંગાવવામાં આવે છે.
ચાલુ વર્ષે પણ બજેટમાં માટે નાગરિકોના સૂચનો મંગાવવામાં આવ્યા છે. શહેરીજનો દ્વારા આપવામાં આવેલા સૂચનોને ધ્યાનમાં રાખી અને જે મુદ્દાઓ સમાવિષ્ટ કરવા લાયક હશે તેને કોર્પોરેશન દ્વારા આગામી બજેટમાં ધ્યાનમાં લેવામાં આવશે.



