અમદાવાદ

અમદાવાદ કોર્પોરેશનની સંકલન બેઠકમાં 9 ધારાસભ્ય અને 3 સાંસદો ગેરહાજર, પ્રજાના કામો પ્રત્યે નિરસ…

અમદાવાદઃ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ લોકોના પ્રશ્નો પ્રત્યે કેટલા લાપરવાહ છે. તેનું એક દ્રષ્ટાંત અમદાવાદ મનપાની બેઠકમાં જોવા મળ્યું હતું. બે મહિના બાદ મનપાની સંકલન બેઠકમાં મોટાભાગના ધારાસભ્યો ગેરહાજર જોવા મળ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રજાના રોડ પાણી ગટર અને નવા વિકાસ કાર્યો અંગે દર મહિને મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓ સાથે સંકલન બેઠક મળે છે.

વેજલપુરના અમિત ઠાકર, નારણપુરાના જીતુ ભગત, ગાંધીનગર દક્ષિણના અલ્પેશ ઠાકોર, બાપુનગરના દિનેશસિંહ કુશવાહ, નરોડાના ડો. પાયલ કૂકરાણી અને ઠક્કરબાપાનગરના કંચનબેન રાદડિયા બેઠકમાં હાજર છે. વિપક્ષના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને દાણીલીમડાના શૈલેષ પરમાર ગેરહાજર રહ્યા હતા. શહેરના ધારાસભ્યો અને સાંસદસભ્યો તેમના વિસ્તારના કામોને અંગે નિરસ તેની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ હતી.

આ પણ વાંચો…જિલ્લા આયોજનમાં 100 નહીં, 125 ટકા કામોનું આયોજન કરો જેથી વિકાસ ન અટકે: સરકારનો DDOને આદેશ…

એકપણ સાંસદ હાજર ના રહ્યા

કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સાંસદ દિનેશ મકવાણા એચએસ પટેલ અને નરહરી અમીનમાંથી એક પણ સાંસદ પણ હાજર રહ્યા ન હતા. ગત સંકલન બેઠક રદ્દ થતા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યા હતા. સંકલન બેઠકમાં ધારાસભ્યો અને સાંસદો પોતાના વિસ્તારના પ્રજાના કામોને અંગે રજૂઆત કરતા હોય છે.

ભાજપના ધારાસભ્યો પણ ગેરહાજર રહ્યા

મળતી વિગત મુજબ, ભાજપના ગેરહાજર રહેલા ધારાસભ્યોમાં ડો. હર્ષદ પટેલ – સાબરમતી, કૌશિક જૈન- દરીયાપુર, બાબુસિંહ જાદવ – વટવા, અમિત શાહ – એલિસ બ્રિજ, ડો. હસમુખ પટેલ – અમરાઈવાડી, દર્શના વાઘેલા – અસારવા, અમુલ ભટ્ટ – મણિનગર જ્યારે કોંગ્રેસના ગેરહાજર રહેલા ધારાસભ્યોમાં ઇમરાન ખેડાવાલા- જમાલપુર અને શૈલેષ પરમાર- દાણીલીમડાનો સમાવેશ થતો હતો.

તે જ પ્રકારે ભાજપના સાંસદો દિનેશ મકવાણા, એચ.એસ પટેલ અને નરહરી અમીન પણ અમદાવાદ મનપા કમિશનરની અધ્યક્ષતામાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં મનપાની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button