Ahmedabad મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું 360 કિલોમીટરનું કામ પૂર્ણ, કામ પૂરજોશમાં…

અમદાવાદ : અમદાવાદની(Ahmedabad)મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે માહિતી આપતાં કહ્યું હતું કે, અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની 360 કિલોમીટરની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે.સમુદ્રની નીચે જે રેલવે ટનલ પર કામગીરી કરવાની છે તેની બે કિલોમીટરની કામગીરી લગભગ પૂરી થઈ ગઈ છે.
Also read : Bullet Train : મુંબઈ-અમદાવાદના કોરિડોરમાં 340 કિલોમીટરનું કામ પ્રગતિના પંથે…
‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટીલ બ્રિજ બનશે
તેમણે વધુમાં કહ્યું હતું કે, મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અગાઉ મંજૂરી અટકાવી હોવાથી દોઢ વર્ષ સુધી કામગીરી થઈ શકી નહોતી. આ દોઢ વર્ષની કામગીરી પણ હવે પુરજોશમાં છે અને મહારાષ્ટ્રમાં પણ સારી પ્રોગ્રેસ છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇ વધુ એક બ્રિજ બનાવવામાં આવશે, જે 200 મી.લાંબો ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટીલ બ્રિજ બનશે. આ બ્રિજના બે સ્પાન 100 મીટર છે અને તેને નડિયાદ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર લોન્ચ કરવામાં આવશે.
બ્રિજના ભાગોને સી-5 સિસ્ટમ પેઇન્ટિંગથી રંગવામાં આવ્યા
તેમણે ઉમેર્યું હતું કે, 14.3 મીટર પહોળા અને 14.6 મીટર ઊંચા આ સ્ટીલ બ્રિજનું વજન લગભગ 1500 મેટ્રિક ટન છે અને તે ઉત્તર પ્રદેશના હાપુર નજીક સાલાસર વર્કશોપમાં બનાવવામાં આવ્યો હતો. સ્ટીલના ભાગોને જોડવાનું કામ 100 વર્ષના આયુષ્ય માટે રચાયેલ ટોર્ક શીયર ટાઇપ હાઇ સ્ટ્રેન્થ બોલ્ટનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. બ્રિજના ભાગોને સી-5 સિસ્ટમ પેઇન્ટિંગથી રંગવામાં આવ્યા છે.
Also read : દેશની પ્રથમ Bullet Train બનાવશે આ સરકારી કંપની, મળ્યો રૂપિયા 866.87 કરોડનો કોન્ટ્રાક્ટ
ગુજરાતમાં 6 સ્ટીલ પુલ સફળતાપૂર્વક બનાવવામાં આવ્યા
ગુજરાતમાં 6 સ્ટીલ પુલ સફળતાપૂર્વક બનાવવામાં આવ્યા છે. જેમાં રેલ્વે/ડીએફસીસી ટ્રેક, હાઇવે અને ભિલોસા ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.આ સ્ટીલ બ્રિજનો પહેલો સ્પાન માર્ચ 2025માં શરૂ કરવાની અને ઓગસ્ટ 2025 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે.